Home Current કચ્છમાં 10 નવી 108 આવી; પણ….નેતાઓની લીલીઝંડીની રાહમાં અઢી કલાક ઉભી રહી...

કચ્છમાં 10 નવી 108 આવી; પણ….નેતાઓની લીલીઝંડીની રાહમાં અઢી કલાક ઉભી રહી ગઇ!

1402
SHARE
ગુજરાતમાં કોરોનાની પરિસ્થીતી વિકટ બની રહી છે અને દર્દીઓની હાલાકી પણ તેવામાં રાજ્ય સરકારે આજે દર્દીઓની મુશ્કેલી ઉકેલવાના પ્રયાસરૂપે આજે રાજ્યના વિવિધ જીલ્લાઓને 150 નવી 108 ની ફાળવણી કરી હતી જેને લીલીઝંડી આપી રાજ્યના મુખ્યમંત્રી સહિતના સરકારના પ્રતિનીધીઓએ રવાના કરી હતી. જેમાં કચ્છને પણ આજે 10 નવી 108 ની ફાળવણી કરાઇ હતી. પરંતુ નેતાઓ અને તંત્ર મીટીંગમા વ્યસ્ત રહેતા અઢી કલાાક માટે 108 એમ્બ્યુલન્સ ઉભી રહી ગઇ હતી. 108 ના જવાબદાર લોકોએ 12 વાગ્યે લીલીઝંડી આપવાની માહિતી આપી હતી પરંતુ ત્યાર બાદ ભાજપની બંધ બારણે અને તંત્ર સાથે મીટીંગોને કારણે 108 અઢી કલાક માટે ઉભી રહી ગઇ હતી. પહેલા હોસ્પિટલમાં અને ત્યાર બાદ ભુજ કલેકટર ઓફીસ નજીક 108 ને ઉભી રાખી દેવાઇ હતી. અને ત્યાર બાદ ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓ અને સરકારના અધિકારીઓ ન આવ્યા ત્યા સુધી 108 ને ત્યાજ ઉભી રાખી દેવાઇ હતી. આમતો ભાજપના નેતાઓ આફતમાં પણ અવસર ગોતતા હોય છે. પરંતુ હાલ જ્યારે વિકટ સ્થિતી છે. તેવામાં લોકોને ઉપયોગી થવાના બદલે 108 કલાકો ઉભી રહી જતા નેતાઓ અને તંત્રના આવા અભીગમની ભારે ટીકા થઇ રહી છે. કેમકે એકવાર મુખ્યમંત્રીએ લીલીઝંડી આપ્યા બાદ ફરી એજ સેવાને બીજી વાર ફરી શરૂ કરાવવી કેટલી યોગ્ય છે તે સવાલ ચોક્કસ થાય કલાકો રાહ જોયા બાદ રાજ્યના મંત્રી વાસણ આહિર,સાંસદ વિનોદ ચાવડા,ગાંધીધામ,ભુજ અને અબડાસાના ધારાસભ્ય જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ,જીલ્લા પંચાયત પ્રમુખ તથા તંત્રના વિવિધ અધિકારીઓની હાજરીમા 108 ને પ્રસ્થાન કરાવ્યુ હતુ. સામાન્ય દિવસોમાં ભાજપના આ પ્રચારને સમજી સકાય પરંતુ આવી સ્થિતીમાં પણ સ્વ પ્રસિધ્ધી અને ફોટોનો મોહ છુટતો નથી જેની ભારે ટીકા થઇ રહી છે.