અનેક ઉપાયો આરોગ્યની સુવિદ્યા વધારાઇ છંતા કચ્છમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે લોકોમાં અનેક પ્રકારના મુંજવણ ભર્યા પ્રશ્ર્નો છે.,સારવાર ક્યા મળશે? કેવી મળશે? શુ તેવો સ્વસ્થ થઇ શકેશે આવા અનેક પ્રશ્ર્નો હાલ લોકોને મંજુવી રહ્યા છે. જો કે તે વચ્ચે હોસ્પિટલના સધન પ્રયાસો અને કોરોના સંક્રમણનો ભોગ બનેલા વ્યક્તિઓના મજબુત મનોબળના વધુ એ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં સગર્ભા મહિલાને કોરોના લાગુ પડ્યો પરંતુ મજબુત મનોબળ સાથે મહિલાએ કોરોનાને હરાવ્યો પણ અને બાળકીને જન્મ પણ આપ્યો તો વૃધ્ધ દંપતિએ સાથે મળી કોરોનાને હરાવ્યા આમતો ધણા લોકો કોરોનામાં સ્વસ્થ થયા પરંતુ કેટલાક કિસ્સાઓ અસામાન્ય એટલા માટે છે. કેમકે તે પ્રેરણારૂપ છે કે આવી પરિસ્થિતી વચ્ચે પણ તમારા આત્મબળ અને આરોગ્ય સુવિદ્યા હુંફથી કોરોના મહાત આપી શકાય છે.
દિકરી અવતરી અને કોરોના પણ હાર્યો
આ શબ્દો છે. ગાંધીધામથી કોરોનાની સારવાર માટે આવેલ મહિલાના હું પ્રેગ્નેન્ટ હતી.અંતિમ મહિનો હતો. ત્યારે મને કોરોનાના લક્ષણો દેખાણા. ટેસ્ટ કરતાં કોરોના જણાયો. હું ગભરાઈ ગઈ. મારા પતિ પણ મૂંઝાઇ ગયા. ગાંધીધામના તબીબોનો સંપર્ક સાધ્યો. આવી પરિસ્થિતીમાં કોઈએ મારો હાથ પકડ્યો નહીં. પણ મારા સદનસીબે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલનો સંપર્ક કરવા તેમણે કહ્યું.’હોસ્પિટલના રેસિ. ડો. આકાશ સુપરિયાએ ઉપરોક્ત હકીકતનું સમર્થન કરતાં કહ્યું કે, ગાંધીધામના દિવ્યાબેન સોનીએ હોસ્પિટલનો સંપર્ક કર્યો. કોરોનાની સારવાર સાથે પેટમાં ઉછરતા બાળકને પણ ઉગારવાની ડબલ જવાબદારી હતી. એટ્લે તેમને સિઝેરીયનની સલાહ આપવામાં આવી. હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. રામ પાટીદારના માર્ગદર્શન હેઠળ આ શસ્ત્રક્રિયા સફળ અને સરળ રીતે પાર કરવામાં આવી. અને દીકરીને બાળરોગ વિભાગમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામા આવી હતી. જે બાત માત્ર દસ દિવસમાં બન્ને સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા હતા
80 વર્ષીય વૃધ્ધ દંપિતીની હિંમતને સલામ
૮૬ વર્ષીય બાંભણિયા શંભુભાઈ અને તેમના પત્ની ૮૪ વર્ષીય બાંભણીયા વાલીબેન કોરોના ની જપેટમાં આવી ગયા અને થોડા જ સમયમાં તેમની હાલત થોડી સિરિયસ થતા ભુજ ખાતેની જી.કે.જનરલ હોસ્પિટલમાં તેમને એડમીટ કરવામાં આવ્યા જ્યાં તેમની ૧૫ દિવસની સઘન સારવાર, નર્સ અને તબીબી સ્ટાફ ના લાગણીશીલ વર્તન તેમજ તેમની સારસંભાળ ના કારણે આ દંપતી સ્વસ્થ થઈ પોતાના ઘરે પાછા ફર્યા ઘરે પાછા આવી પોતાનો અનુભવ વર્ણવતાં તેઓ જણાવે છે કે ત્યાંના ડોક્ટર્સની સારવાર બહુ જ સારી છે તેમનો સ્ટાફ પણ એટલો જ લાગણીશીલ અને સારસંભાળ રાખનારો છે. અમારી સારવાર હોસ્પિટલના નર્સ વંદનાબેન અને નિધીબેન કરતા હતા. તેમણે ખૂબ જ સારી રીતે અમારું ધ્યાન રાખ્યું અને જ્યારે અમારા પરિવારનું કોઈ અમારી પાસે નહોતું ત્યારે તેમણે જ એક દીકરીની જેમ અમારી સેવા કરી છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના કોરોના વોરીયર્સની સંભાળથી મોટી ઉંમરે પણ વૃધ્ધ દંપિતીએ કોરોનાને હરાવ્યો હતો
કોરોનાની ગંભીર અસરો સાથે તેનો ડર પણ દર્દીઓના સ્વસ્થ થવામાં બાધા ઉભી કરે છે. પરંતુ જો મક્કમ મનોબળ,યોગ્ય સારવાર અને હુંફ મળે તો ગમે તેવી વિકટ સ્થિતીમાં પણ કોરોના હારી શકે છે. આવા પ્રેરણાદાયી કિસ્સા આપની આસપાસ પણ બન્યા હોય સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તો તમે ન્યુઝ4કચ્છના માધ્યને મોકલી શકો છે.[email protected]