Home Social કોરોનાને લઇ કોઇ મુંઝવણ-પ્રશ્ર્નો છે.? જવાબ મેળવવા કચ્છ જીલ્લા પંચાયતના આ નંબર...

કોરોનાને લઇ કોઇ મુંઝવણ-પ્રશ્ર્નો છે.? જવાબ મેળવવા કચ્છ જીલ્લા પંચાયતના આ નંબર નોંધી લ્યો

705
SHARE
કરછ જીલ્લા મધ્યે વધતા કોવિડ હોમ આઈસોલેશન ના દર્દીઓને ધ્યાને લઈ તેઓને મુંજવતા પ્રશ્નો ના નિરાકરણ માટે અને સામાન્ય કારણોસર તેઓ હોસ્પિટલ ની મુલાકાત ટાળે અને તેઓ ને સામાન્ય સલાહ અને સારવાર મળી રહે તે માટે જીલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્‍ય વર્માના માર્ગદર્શન હેઠળ કરછ જીલ્લા પંચાયત રૂમ નં ૧૦૪ મધ્યે આજથી ટેલીકન્સલ્ટેશન હબ નો પ્રારંભ કરાયો છે. મીડીયા સાથે વાત કરતાં મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી એ જણાવેલ કે આ હબ મારફતે ટેલીફોનીક ઓપીડી ની સેવાઓ દરરોજ સોમ થી શનિવાર સવારે ૯:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી મળી શકશે. કન્સલટેશન માટે હેલ્પ લાઈન નં ૦૨૮૩૨ ૨૫૦૭૮૦ ડાયલ કરવાથી ફરજ પર ના આયુષ તબીબ દ્વારા કેસ પેપર પર દર્દીની સામાન્ય માહિતી અને ફરિયાદ ની નોંધ કરી આપને વળતો કોલ કરવામાં આવશે તેવુ જણાવી તે કેસપેપર એમ.બી.બી એસ તબીબને મોકલી આપશે. એમ.બી.બી એસ તબીબ દ્વારા કેસ પેપરનું અધ્યન કરી દર્દીની ઈચ્છા મુજબ સામાન્ય કે વોટ્સઅપ કોલ કરી જરૂરી પ્રિસ્ક્રીપ્શન અને સલાહ મેસેજ મારફતે દર્દી ને મોકલી આપવામાં આવશે. જે દવાઓ નજીકના સરકારી દવાખાના મધ્યે થી વિનામૂલ્યે મેળવી શકશે.આ ટેલીકન્સલટેશન સેવાઓ નો લાભ શંકાસ્પદ કોવીડ ના લક્ષણો ધરાવતા દર્દીઓ તેમજ અન્ય તકલીફ વાળા દર્દીઓ પણ લાભ લઈ શકે છે. આ હબ પર ડો હાર્દી પાઠક, ડો આશુતોષ આનંદવાર પોતાની સેવાઓ આપી રહયા છે. તેમજ જરૂરિયાત મુજબ IMA ના તબીબો પોતાનું સ્પેશીયલ કન્સલ્ટટેશન ની સેવાઓ આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. અમીન અરોરા (ડી.કયુ.એ.એમ.ઓ.) તેમજ ડો. ભવર પ્રજાપતિ (ડી.પી.સી.) જહેમત ઉઠાવી રહયા છે. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જયેશભાઈ ભાનુશાલી (એમ.પી.એચ.એસ.) શ્રી કિશોરસિંહ જાડેજા (ડીપીએ) હાજર રહી જહેમત ઉઠાવેલ. સવારથી દર્દીઓના ફોન આવવાનું ચાલુ થઈ ગયેલ છે. શરુઆતના બે કલાકના તબકકામાં જ ૧૦ દર્દીઓએ આ સેવાનો લાભ લીધેલ છે. વધુ હોમ આઈસોલેટેડ કોવીડ દર્દીઓ તેમજ કરછની તમામ જનતા લાભ લે તેવો અનુરોધ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધ્‍વારા કરવામાં આવેલ છે.