Home Current ભુજમાં વેપારીઓ ખોલવાના મુડમાં અને મુન્દ્રામાં ફરી બે સપ્તાહનુ મીની લોકડાઉન; સેનેટાઇઝ...

ભુજમાં વેપારીઓ ખોલવાના મુડમાં અને મુન્દ્રામાં ફરી બે સપ્તાહનુ મીની લોકડાઉન; સેનેટાઇઝ કરાયુ

1444
SHARE
એક તરફ ભુજ અને ગાંધીધામમાં સરકાર દ્રારા અપાયેલા લોકડાઉન ને લઇને વેપારીઓમા નારાજગી છે અને સોસોયીલ મિડીયામા ગુજરાત સહિત કચ્છના લુંગી લોકડાઉન અપાયુ હોવાના મેસેજ ફરતા કરી સરકારના નિર્ણયનો વિરોધ કરવામા આવી રહ્યો છે તે વચ્ચે ભુજમાં શાકમાર્કેટ સહિત ધણા વેપાર ખુલ્લા રહેતા અને સાથે લોકોની અવરજવર ચાલુ રહેતા ભુજના વેપારીઓ નારાજગી સાથે રજુઆતો કરી રહ્યા છે તે વચ્ચે મુન્દ્રામાં ફરી બે સપ્તાહનુ મીની લોકડાઉન અપાયુ છે. આર્થિક મંદી વચ્ચે મુન્દ્રા માં ફરી એકવાર એક પખવાડિયાનુ અડધા દિવસનુ લોક ડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે. આજથી થી આગામી 23મેં સુધી બપોરે 2 વાગ્યાં થી મુન્દ્રા સ્વૈચ્છિક રીતે બંધ રહેશે મુન્દ્રા બારોઇ નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર અને કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર તેમજ વેપારીઓ ની બેઠક મળી હતી જેમાં આજ થી આગામી 23મેં સુધી સવારથી બપોરે 2વાગ્યાં સુધી બજારો ખુલ્લી રહેશે અને બપોર 2 વાગ્યાં બાદ સ્વેચ્છિક લોકડાઉન અંગે નો નિર્ણય લેવાયો હતો. મુન્દ્રા ની વિવિધ બજારો માંડવી ચોક, સોની બજાર, જવાહર ચોક, એસ ટી ચોક, કંદોઈ બજાર, ખજૂર બજાર, બારોઈ રોડ, તેમજ શહેર ની આજુબાજુ ના વિસ્તારો અડધા દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા હતા અને બજાર બંધ રખાઇ હતી તો બીજી તરફ સામાજીક સંસ્થાઓ પણ કોરોનાને માત આપવા માટે આગળ આવી હતી અને આજે સ્વૈચ્છિક લોકડાઉન સાથે શહેરમાં લાયન્સ ક્લબ અને ખારવા સમાજ દ્વારા વિવિધ વિસ્તારો માં અંદાજે 1000 જેટલાં ઘરો માં સેનેટાઇઝ કરવા માં આવ્યો હતુ.લાયન્સ ક્લબ ના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર અને ખારવા સમાજ ના પ્રમુખ રાજેશ ભાઈ કષ્ટા એ જણાવ્યું હતુ કે શહેરના જે વિસ્તારોમાં કોરોના કેસો વધી રહ્યા છે. ત્યા સાવચેતી જરૂરી છે. તેથી સ્વૈચ્છિક લોકડાઉન સાથે આવા પગલા પણ જરૂરી હોવાનુ ઉમેર્યુ હતુ. એક તરફ જ્યા સ્વયંમ શિસ્ત સાથે વેપારીઓ નિયમો સાથેના બંધ સાથે સહેમત છે ત્યા બીજી તરફ ભુજમાં ચોક્કસ નિતી અભાવે વેપારીઓમાં રોષ છે.તો એક તરફ મુન્દ્રામાં સ્વૈચ્છિક લોકડાઉન બીજી તરફ સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે લાંબી લાઇનો લાગી રહી છે જે ચિંતાજનક સ્થાનીક લોકો ગણી રહ્યા છે.