Home Current પ્રદેશની સુચનાથી કચ્છ જીલ્લા કોગ્રેસે આરોગ્ય સેવા માટે કર્યો વિરોધ પણ પોલિસે...

પ્રદેશની સુચનાથી કચ્છ જીલ્લા કોગ્રેસે આરોગ્ય સેવા માટે કર્યો વિરોધ પણ પોલિસે પાંજરે પુર્યા

985
SHARE
આમતો છેલ્લા ધણા સમયથી કોરોના મહામારી છે તે ગુજરાત સહિત કચ્છમાં વધી રહી છે. જો કે લેખીત રજુઆતો પછી ગુજરાતમા કોરોના મહામારી વચ્ચે આરોગ્ય સુવિદ્યા ખાડે જતા પ્રદેશ કોગ્રેસે આજે વિવિધ જીલ્લાઓમાં વિરોધ્ધ પ્રદર્શન માટે આહવાન આપ્યુ હતુ જેમાં કચ્છ જીલ્લા કોગ્રેસ પણ જોડાયુ હતુ. આમતો કચ્છ કોગ્રેસ દ્રારા પણ કચ્છમા આરોગ્ય સુવિદ્યા મજબુત કરવા માટે અનેકવાર રજુઆતો કરાઇ છે પરંતુ લાંબા સમય પછી પ્રદેશના નેતાઓની સુચનાથી કચ્છ કોગ્રેસ પણ પ્રજા માટે રસ્તા પર ઉતરી હતી. આજે સરકારી મુખ્ય હોસ્પિટલમાં સુવિદ્યા વધારવા,રેમેડેસિવીર ઇન્જેક્શનની અછત દુર કરવા અને ઓક્સીજન અન્ય જીલ્લાને નહી પરંતુ કચ્છને પુરતો મળે તેવી માંગ સાથે આજે જીલ્લા કલેકટર કચેરી બહાર ધરણાનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. જો કે બેનરો અને સુત્રોચાર સાથે વિરોધ શરૂ કર્યો હતો પરંતુ પોલિસે વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ કોગ્રેસી કાર્યક્રરોની અટકાયત કરી હતી.
કોગ્રેસના ગંભીર આક્ષેપ
કોગ્રેસે આક્ષેપ કર્યો છે. કે કચ્છમા આરોગ્ય સુવિદ્યા વધારવામાં કોગ્રેસ સદ્દતંર નિષ્ફળ રહી છે ત્યારે ચુંટાયેલા પ્રતિનીધીએ રાજીનામા આપવા જોઇએ ત્યા બીજી તરફ કોગ્રેસના ધરણા સામે પોલિસ કાર્યવાહી થતા કોગ્રેસના કાર્યક્રરો આગેવાનોએ બેવડી નીતીના વિરોધ સાથે પોલિસ સાથે પણ બોલાચાલી કરી હતી અને તેના વિડીયો પણ સોસીયલ મિડીયામાં વહેતા કર્યા હતા. કોગ્રેસી કાર્યક્રરોની અટકાયત બાદ તમામને હેડક્વાર્ટર ખાતે લવાયા હતા જ્યા પોલિસ અને કોગ્રેસી કાર્યક્રરો વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે પોલિસે મોડેથી આ મામલે કોગ્રેસના 9 જેટલા આગેવાન કાર્યક્રરો સામે જાહેરનામાંના ભંગ બદલ કાર્યવાહી કરી ફરીયાદ નોંધી હતી. જો કે કોગ્રેસના આક્ષેપ છે કે પોલિસ અધિકારીઓ દ્રારા ખોટી ખોટી ધમકીઓ અપાઇ હતી
કોગ્રેસે પ્રજા માટે ઉપાડેલ અવાજ ખરેખર યોગ્ય અને કચ્છના હિતમાં છે. પરંતુ લાંબા સમયથી વ્યથા ભોગવી રહેલા કચ્છને વિપક્ષ કોગ્રેસ પાસે ધણી અપેક્ષાઓ હતી પરંતુ દેર આયે દુરસ્ત આયે તેમ મોડે મોડે પણ કોગ્રેસના પ્રમુખ પ્રજાની હાડમારી મુદ્દે રસ્તા પર ઉતર્યા છે.જો કે આ વિરોધ અને રજુઆતનો ફાયદો પ્રજાને કેટલો મળે છે તે જોવુ રહ્યુ