Home Social જી.કે.જનરલ હોસ્પિટલમાં આટલી ગંદકી હતી!RSS એ સફાઇ કરી.. આ ગર્વની વાત કે...

જી.કે.જનરલ હોસ્પિટલમાં આટલી ગંદકી હતી!RSS એ સફાઇ કરી.. આ ગર્વની વાત કે શર્મની?

1014
SHARE

સામાન્ય રીતે હોસ્પિટલ સંચાલનના ચોક્કસ નિયમો હોય છે. અને ખાસ તો સફાઇ અને ચોખ્ખાઇ રાખવાના નિયમોનુ ચુસ્ત પાલન કરવાનુ હોય છે. પરંતુ કચ્છની મુખ્ય અદાણી સંચાલીત હોસ્પિટલના કેટલાક ચિત્રો સામે આવ્યા છે. જે રજુ તો ગર્વની રીતે કરાયા છે. પરંતુ ખરેખર હોસ્પિટલમાં આટલી ગંદકી ધણુ બધુ કહી જાય છે. હોસ્પિટલમાં દર્દીઓની સેવાનુ કામ કરતી RSS સંસ્થા દ્રારા આજે હોસ્પિટલમાં સફાઇ ઝાડી કંટીગ સહિતની કામગીરી કરાઇ હતી અને તેના ફોટો પણ સેર કર્યા હતા આવી મહામારી વચ્ચે RSS ના સ્વયંમસેવકો દ્રારા કરાયેલુ સફાઇનુ કાર્ય ખરેખર સરાહનીય છે. પરંતુ હોસ્પિટલમાં આવી હાલત ધણુ સુચવી જાય છે. કેમકે કોરોનાથી લઇ સામાન્ય બીમારી માટે હજારો લોકો અહી આવે છે. અને તેના પરિવારના સભ્યો જે કેમ્પસમા સફાઇ કરાઇ ત્યાજ બહેસતા હતા પરંતુ સીવીલ સર્જનની ઓફીસથી લઇ કેમ્પસમા અલગ-અલગ જગ્યાએ કરાયેલી સફાઇ પરથી લાગી રહ્યુ છે. કે લાંબા સમયથી હોસ્પિટલમાં આ પ્રકારની સફાઇ કરાઇ નથી. હા કદાચ મેનેજમેન્ટ એવો દાવો ચોક્કસ કરશે કે નિયમીત સફાઇ કરાય છે. પરંતુ જે દ્રશ્ર્યો છે. તે ચોક્કસ કેવી સ્થિતી છે. તેનો ચિતાર આપે છે. જો કે આ પહેલી વારનુ નથી અગાઉ અદાણી સંચાલીત હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યુ હતુ ત્યારે આરોગ્ય વિભાગ દ્રારા કાર્યવાહી કરાઇ હતી જો કે હાલ આવડા મોટા મેનેજમેન્ટ દ્રારા સફાઇનો અભાવ જોવા મળ્યો હતો ધણા સામાજીક કાર્યક્રરો હોસ્પિટલની સુવિદ્યા મુદ્દે વિવિધ ફરીયાદો કરી રહ્યા છે. પરંતુ તેનાથી પણ ગંભીર સ્થિતી હોસ્પિટલની બહારના કેમ્પસમાં હતી RSS ના સ્વયંમ સેવકોએ મોટી સંખ્યામા ભેગા થઇ સફાઇ કરી તે કદાચ સારી બાબત ગણી શકાય પરંતુ સરકારી સહાય અને મેડીકલ કોલેજના નામે કરોડો કમાતી હોસ્પિટલના મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા કરે છે. જો કે ઉપરોક્ત ફોટો જોઇ લોકો જ નક્કી કરે આ બાબત શર્મજનક છે કે નહી? જો કે આશા રાખીએ કે જે કામ RSS એ કર્યુ તે નિયમીત મેનેજમેન્ટ કરે અને તેની અમલવારી કરાવનાર તંત્ર પણ ક્યારેક આંટો મારી નિયમોની અમલવારી કરાવે