Home Social 7 વર્ષના સુશાસનની ઉજવણી; કચ્છ ભાજપ ગરીબોની મદદના ફોટો પડાવવામાં નિયમો પણ...

7 વર્ષના સુશાસનની ઉજવણી; કચ્છ ભાજપ ગરીબોની મદદના ફોટો પડાવવામાં નિયમો પણ ભુલ્યુ!

757
SHARE
એક તરફ લગ્નથી લઇ સ્વજનોના મરણમાં પણ કોરોના મહામારી વચ્ચે લોકો સામેલ નથી થઇ શકતા અને તેનુ દુખ અનુભવ કરનાર જ જાણે પરંતુ જાણે પ્રજાના નામે રાજકીય નેતાઓને બધી વિશેષ છુટછાટ મળી હોય તેમ હજુ પોતાના સસ્તા પ્રચાર માટે નિયમોને નેવે મુકી રહ્યા છે. કેમકે કાયદાના રક્ષકો મુકપ્રેક્ષક બની બેઠા છે અને એક ચોક્કસ વર્ગ માટેજ બદા નિયમો છે તેવી પ્રતિતી કરાવી રહ્યા છે. 30 તારીખે વર્તમાન કેન્દ્ર સરકારને 7 વર્ષ પુર્ણ થયા અને તેની ઉજવણી સેવા કાર્યો થકી સમગ્ર ગુજરાતમાં થઇ પરંતુ આપણે કચ્છના પરિપેક્ષમાં લખીએ ભાજપે ભુજના તમામ વોર્ડમાં સેવા કાર્યો કર્યા પરંતુ જે ફોટો સેર કર્યા છે તેનાથી તેઓ ટીકાપાત્ર બની રહ્યા છે. સુશાસન,વિકાસ અને તેની વાતો વચ્ચે કપડા વગર ફરી રહેલા ગરીબ બાળકોની મદદના ફોટા મુકી મહામારીમા ભાજપ પોતાની માનવતા અને નૈતીકતા પણ ભુલી બેઠુ નિયમો તો સમજ્યા કેમકે અગાઉ પણ અનેક કાર્યક્રમોમાં નિયમોના ભંગ છતા પોલિસે કોઇ કાર્યવાહી કરી નથી અને એટલેજ કદાચ સોસીયલ ડિસટન્ટનો ભંગ થતો હોવાનુ જાણવા છંતા ગરીબોની ભીડ એકઠી કરી ભાજપે ફોટા પાડ્યા પણ ખરા અને તેને સોસીયલ મિડીયામાં સેર પણ કર્યા
સેવા હી સંગઠન કે ફોટાની મમત
રાજકીય પાર્ટીઓ આવી સેવાનુ કાર્ય કરે તે ખરેખર સરાહનીય હોઇ શકે પરંતુ વર્તમાન સમયે જ્યારે હજારો લોકો મહામારીથી પિડાઇ રહ્યા છે. ક્યાક પોતે સંક્રમિત ન થાય તેના ડર વચ્ચે જીવી રહ્યા છે તેવામાં આટલી ભીડ એકઠી કરવી ખેરખર તો જોખમી છે. પરંતુ સેવાના નામે ફોટો સેસન સ્પસ્ટ્ર ઉદ્દેશ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. કેમકે જ્યા કેમેરાની નઝર ત્યા કાર્યક્રરની નઝર અને તેમાં કચ્છ ભાજપના નેતાઓ અને કાર્યક્રરો એ પણ ભુલી ગયા કે કર્ફયુના નિયમો હળવા થયા છે. પરંતુ સોસીયલ ડિસ્ટન્ટનુ પાલન તો કરવાનુ જ છે તો વડી જમવાનુ આપવા પહોંચેલા કાર્યક્રરોએ એ પણ ન જોયુ સેવા હી સંગઠનના તેમના ઉદ્દેશ વચ્ચે નાના બાળકના શરીર પણ એક કપડુ પણ ન હતુ પરંતુ જાણે પોતે રહી જાશે તેના ઉન્માદમા એ ગરીબીની ફોટો પણ સેર કર્યા નિયમોના પાલન નહી થાય તો પોલિસ કાર્યવાહી નહી કરે તે ભાજપ જાણતુ હશે પરંતુ આવી કપરી પરિસ્થિતીમા સેવાના નામે આ તાયફા શુ ખરેખર યોગ્ય છે.? કેમકે પ્રસિધ્ધી માટે એક ફોટો કદાચ યોગ્ય ગણી શકાય પરંતુ દરેક કાર્યક્રરે સેવાના બદલામાં એક પ્રચાર ફોટોની પોતાની ભુખ ભાંગી લીધી અને સેવા સાથે એક ગ્રુપ ફોટો તો ખરોજ
એક તરફ કચ્છ ભાજપે સેનીટાઇઝર અને માસ્ક આપી લોકોને જાગૃત કર્યા પરંતુ પોતેજ એ સેવા માટે ટોળામાં નિકળ્યા અને ગરીબોની તો ભીડ ભેગી કરી નાંખી કદાચ આમ દિવસોમાં રાજકીય નેતા,કાર્યક્રરો પાસે અપેક્ષા વગર આવા કાર્યક્રમ અને તેના તાયફાની આશા ન રાખી શકાય પરંતુ આવી મહામારી વચ્ચે પણ નિયમો તોડી ફોટાની આવી મમત શુ ખરેખર યોગ્ય છે.? અને છેલ્લે વિકાસના દાવા વચ્ચે ગરીબોની સ્થિતિ દર્શાવી ક્યાક તમે જ આ વિકાસના દાવાઓને પોકડ સાબિત કરી રહ્યા છો કોઇકને મદદ મળી એ સારી વાત છે. પરંતુ નાનકડી મદદની આવી પ્રસિધ્ધી ખરેખર ટીકાપાત્ર છે