Home Social નહી સુધરે કચ્છના આ નેતાઓ! ભચાઉના આધોઇમાં કાર્યાલય ઉદ્દધાટનમાં ભાજપે મોટી ભીડ...

નહી સુધરે કચ્છના આ નેતાઓ! ભચાઉના આધોઇમાં કાર્યાલય ઉદ્દધાટનમાં ભાજપે મોટી ભીડ ભેગી કરી

4372
SHARE
12548 પોઝીટીવ કેસ 282 મૃત્યુ અને હજુ પણ 195 એક્ટીવ કેસ આ માત્ર કચ્છની કોરોના સ્થિતીના આંકડાઓ છે ગુજરાતના આંકડા તો તેના કરતા વધુ છે. પરંતુ જાણે ભાજપને આ આંકડાઓથી લોકોના મૃત્યુથી અને કોરોના સંક્રમણ ફેલાશે તેવો કોઇજ ડર ન હોય તેમ હજારોની સંખ્યામાં લોકોની ભીડ કરી રહ્યા છે. અને કચ્છના ભાજપના કોઇ એવા નેતા નથી કે જેનુ આવુ કાઇ ન કર્યુ હોય જો કે એક તરફ જ્યા લોકોમાં ત્રીજી લહેરનો ડર છે ખુદ સરકાર તેની તૈયારી કરી રહ્યુ છે. તે વચ્ચે પણ સુધરે એ ભાજપના નેતાઓ નહી તેમ કચ્છના બે ધારાસભ્ય જીલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના અનેક ચુંટાયેલા પ્રતિનીધીઓની ઉપસ્થિતીમાં ભચાઉના આધોઇ ખાતે એક કાર્યક્રમ આયોજીત કરાયો હતો અને માત્ર આધોઇ ખાતે કાર્યાલય ઉદ્દધાટનમાં હજારોની મેદની ભાજપે એકઠી કરી નિયમોનો ભંગ કર્યો ન સોસીયલ ડિસ્ટન્ટનુ પાલન થયુ અને અનેક નેતાઓ માસ્ક વગર દેખાયા
ધારાસભ્યને શુ માસ્ક ગમતુ નથી ?
પાછલા બે સપ્તાહમાંજ કચ્છ જીલ્લા યુવા ભાજપથી લઇ ભાજપના મોટા નેતાઓની ઉપસ્થિતીમાં અનેક કાર્યક્રમો આયોજીત થયા જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ જો કે તેમની સામે કોઇ કાર્યવાહી કાયદાના દાયરામા કરાઇ નથી. અને કદાચ તેનુજ પરિણામ છે. કે સરકારી કાર્યક્રમ તો ઠીક પરંતુ નાનકડા ગામમાં કાર્યાલય ઉદ્દધાટન જેવા કાર્યક્રમમાં ભાજપના બે ધારાસભ્યો,જીલ્લા પંચાયત પ્રમુખ સહિત અનેક ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડાવવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા પરંતુ કાયદાના હાથ કે આંખ ત્યા ન પહોંચી જો કે સૌથી ચોંકવનારા દ્રશ્ર્યો હતા ધારાસભ્યના માસ્ક વગરના કેમકે એક તરફ જ્યા વડાપ્રધાન,ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ લોકો માસ્ક પહેરવા પર ભાર મુકી રહ્યા છે. પરંતુ ખુદ તેમનીજ પાર્ટીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માસ્ક વગર દેખાયા જો કે કચ્છમાં વિરેન્દ્રસિંહ જાડેજા એકમાત્ર એવા નેતા છે કે જે માસ્ક ન પહેરવા મુદ્દે સૌથી વધુ ચર્ચામાં આવ્યા છે. કેમકે મોટાભાગના કાર્યક્રમમાં તેઓ માસ્ક વગર દેખાયા છે અને ટ્રોલ થયા છે.. જો કે સરકાર જે રીતે આમ પ્રજા પાસે દંડ વસુલી કેસ કરી માસ્ક પહેરવા પર ભાર મુકે છે તે રીતે તેમના ધારાસભ્યોને પણ માસ્ક માટે ટક્કોર કરે તે જરૂર છે.
આવા નાના મોટા અનેક કાર્યક્રમો તાજેતરમાં યોજાયા છે. જેમાં ભાજપના જીલ્લા પ્રમુખથી લઇ ગુજરાત પ્રદેશના મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોય પરંતુ જાણે કાયદો માત્ર આમ નાગરીકો માટેજ હોય તે રીતે ભાજપના નેતાઓ એક પણ નિયમોનુ પાલન ચુસ્તપણે નથી કરતા કેમકે તેમને કદાચ કોઇ કહેવા વાડુ નથી નથી કાયદાના રખેવાડ કે ન તેમના મોવડીઓ જો કે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સેવા હી સાધના સુત્રને સાર્થક કરી કચ્છ ભાજપના નેતાઓ નિયમોનુ પાલન કરવાની સેવા પણ કરે….