Home Special સુધરે ઇ બીજા! ગીતા રબારી,નિલેશ ગઢવી,લક્ષ્મણ બારોટ સહિતનાએ રેલડી ફાર્મમાં વૈભવી ડાયરાની...

સુધરે ઇ બીજા! ગીતા રબારી,નિલેશ ગઢવી,લક્ષ્મણ બારોટ સહિતનાએ રેલડી ફાર્મમાં વૈભવી ડાયરાની રમઝટ બોલાવી

11744
SHARE
કોરોના મહામારીની ત્રીજી લહેરના ડર વચ્ચે જનજીવન સામાન્ય બની રહ્યુ છે અને વધતી ભીડને લઇને ચિંતા છે સામાન્ય નાગરીકો કાયદાના ડર વચ્ચે ધંધા-વેપાર કરી રહ્યા છે કોઇ પોતાના સ્વજનની અંતિમક્રિયામાં સામેલ નથી થઇ રહ્યુ તો કોઇ લગ્ન પ્રસંગ પોલિસ સરકારી કાયદો બગાડી રહ્યો છે. પરંતુ શું કાયદો સામાન્ય વ્યક્તિઓ માટેજ છે? ભાજપના નેતાઓ કોઇપણ જાતના ડર અને નિયમોના ભંગ કરી કાર્યક્રમો આયોજીત કરી રહ્યા છે. અને તેની ઓથ અને સપોટના બળે હવે કલાકારો પણ પાછળ નથી ગુજરાતમાં કોરોના મહામારીના સમય દરમ્યાન અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમા નિયમોને નેવે મુકી અને માત્ર પૈસાની લાલચે ડાયરા,ખાનગી કાર્યક્રમો યોજાયા જેમાં ક્યાંક કાર્યવાહી થઇ તો ક્યાંક રાજકીય વગથી કાર્યવાહી અટકી ગઇ જેમાં સૌથી ચર્ચામા રહ્યા ગીતા રબારી છેલ્લે તો તેમણે ઘરમાં જ વેક્સીન લઇ ભારતના મોટા નેતાઓ અને કદાવર અભીનેતાને પણ પાછળ છોડી દીધા કેમકે જ્યાં વડાપ્રધાન ખુદ સેન્ટર પર જઇને વેક્સીન લીધી હતી ત્યાં ગીતા રબારીના ફોટો સેસન માટે ઘરમા જ બધુ આયોજન થયુ પરંતુ કાર્યવાહી માત્ર તંત્રનો મીઠો ઠપકો જ જો કે તેનુ પરિણામ થોડા દિવસોમાં જ સામે આવ્યુ છે અને વિવાદ હજુ સમ્યો નથી ત્યા રેલડી નજીકના એક ફાર્મમાં વૈભવી ડાયરામાં 250થી વધુ લોકોની હાજરીમાં ગીતા રબારી,નિલેશ ગઢવી,લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની 4 વાગ્યા સુધી રમઝટ બોલાવી…
શું આ કલાકારોને કાયદાનો ડર જ નથી?
ગુજરાતના ઘણા ખ્યાતનામ કલાકારોએ લોકડાઉન દરમ્યાન નિયમો તોડી આવા ડાયરાઓ આયોજન કર્યા જેમાં કેટલાકમાં કાર્યવાહી થઇ પરંતુ ઘણા કિસ્સાઓ ચર્ચાસ્પદ રહ્યા પરંતુ તેમાં કોઇ કાર્યવાહી થઇ નહી ગીતારબારીના આવા 3 કિસ્સાઓ ચર્ચામા આવ્યા પરંતુ તે છુપાઇ ગયા પરંતુ તાજેતરમાં જ વેક્સીન ઘરે લેવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા અને સરકારથી લઇ સ્થાનીક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો પરંતુ પૈસાજ પરમેશ્ર્વર હોય તેમ પૈસા માટે મહામારી ભુલીને પણ કલાકારો ડાયરો યોજી રહ્યા છે ગઇકાલે આવોજ એક ડાયરો ચર્ચાસ્પદ એવા રેલડી ફાર્મમાં યોજાયો હતો જેમાં ગીતરબારી,નિલેશ ગઢવી,લક્ષ્મણ બારોટ સહિતના કલાકરો ઉપસ્થિત રહ્યા જેમાં કોઇપણ જાતની મંજુરી વગર 250થી વધુ લોકોએ ડાયરાની રમઝટ માણી નવાઇ વચ્ચે વાજીત્રો તથા કલાકારો દ્વારા તેનુ સોસીયલ મિડીયામાં લાઇવ પ્રસારણ પણ કરાયુ તો વળી ડાયરો માણવા આવેલા વ્યક્તિઓએ પણ ઉન્માદમાં ડાયરાનુ જીંવત પ્રસારણ પણ કર્યુ
શુ હવે કાર્યવાહી થશે કે તંત્ર હજુ શરમ રાખશે?
કચ્છમાં વહીવટી તંત્ર-પોલિસના બેવડા માપદંડના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે વડઝરના ડાયરાથી લઇ ભાજપના અનેક કાર્યક્રમોમાં રીતસરના નિયમો ભંગ થતા હતા પરંતુ પોલિસે કાર્યવાહી કરી નથી જ્યા બીજી તરફ સામાન્ય લોકો માસ્ક તથા નિયમો ભંગ કરતા દંડાતા હતા તો તાજેતરમાં માંડવીમાં જૈન સમાજના એક ધાર્મીક કાર્યક્રમમાં તો પોલિસે ફરીયાદ પણ નોંધી પરંતુ આવા કલાકારો રાજકીય વગથી બચી જાય છે ગઇકાલે જેન્તી ઠક્કર(ડુમરા)ના રેલડી સ્થિત ફાર્મ હાઉસ ખાતે વિંઝાણ મામોટીયા પરિવારના ધાર્મીક પ્રસંગના ઉપલક્ષમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી ભીડ વચ્ચે 3 ખ્યાતનામ કલાકારો અને વાજીત્રોએ ડાયરાનો રસ પીરસ્યો હતો પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી આ મામલે થઇ નથી અને કદાચ થશે પણ નહી કેમકે માત્ર ખ્યાતનામ કલાકારો નહી પરંતુ રાજકીય વગ ધરાવતા કચ્છ અને કચ્છ બહારના લોકો પણ ડાયરામા સામેલ હતા તો પેરોલ પર છુટેલા જેન્તી ઠક્કર ડુમરા પણ ડાયરામાં હાજર હતા
કોરોના મહામારીમાં હજારોના જીવ ગયા પછી પણ રાજકીય નેતાઓને શરમ નથી તે હવે જગજાહેર છે પરંતુ જેમની સાથે હજારો લોકો જોડાયેલા છે જેમના કહેવાથી સરકાર અને તંત્રને મદદ મળે છે તેવા ખ્યાતનામ કલાકારો જ સરકાર પાસે લાખો રૂપીયા લીધા પછી સરકારની ગાઇડલાઇનનો ભંગ કરી લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે કેમકે તંત્ર ક્યાક કાર્યવાહી માટે લાચર લાગી રહ્યુ છે અને રાજકીય બળના જોરે આવા કલાકારો સરેઆમ નિયમોભંગ વારંવાર કરી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે તંત્ર-પોલિસ શરમ નેવે મુકી આવા કલાકારો સામે કાર્યવાહી કરી દાખલો બેસાડે.