Home Current સમગ્ર રાજ્યની સાથે ભુજમાં પણ દૂધ વિક્રેતાઓને ત્યા ફુડ વિભાગની તવાઇ નમુના...

સમગ્ર રાજ્યની સાથે ભુજમાં પણ દૂધ વિક્રેતાઓને ત્યા ફુડ વિભાગની તવાઇ નમુના લેવાયા

1170
SHARE
દુધમા ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આજે રાજ્યમા ફુડ વિભાગ દ્વારા દૂધ વિક્રેતાઓને ત્યા વ્યાપક દરોડાની કામગીરી સાથે નમુનાઓ  લેવાયા હતા જેની અસર કચ્છમાં પણ જોવા મળી હતી અને ભુજમાં ફુડ વિભાગે 4 જેટલા મોટા દૂધ સંગ્રાહકોને ત્યા ચેકીંગ હાથ ધરી નમુના લીધા હતા ગુરુવારે સવારથીજ ભુજના ગણેશનગર અને સરપટ નાકા વિસ્તારમા ફુડ વિભાગે ચેકીંગ કરી દુધના નમુનાઓ લીધા હતા ગણેશ નગરમાં નથુપાલા રબારી અને દેવાભાઈ રાણા રબારીને ત્યા ફુડ વિભાગે કાર્યવાહી કરી હતી તો ભુજના સરપટ નાકા વિસ્તારમા અમીન સુમરાના મદિના દૂધ કેન્દ્રમાં તથા બીસ્મીલ્લાહ દૂધ કેન્દ્ર અખ્તર ઇસ્માઇલ ચાકીને ત્યાં ચેકીંગ કરી નમુના લેવાયા હતા હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે અને અન્ય દૂધ કેન્દ્રો પર પણ આવુ ચેકીંગ અને સેમ્પ્લની કાર્યવાહી થઇ શકે છે

પહેલા ઘી અને હવે દૂધ પર તવાઇ

અગાઉ પણ ફૂડ વિભાગ દ્વારા ભુજના મહેશ દૂધ કેન્દ્રમાંથી દેશી ઘીના સેમ્પલ બાદ પાસા સુધીની કાર્યવાહી માટેનો તખ્તો ઘડાયો હતો તો ત્યાર બાદ શાહ ચમન રવિને ત્યા પણ ફરિયાદો બાદ ઘીના સેમ્પલ લેવાયા હતા હવે દૂધ કેન્દ્રો પર ચેકીંગ હાથ ધરી સેમ્પલ લેવાયા છે જેના પરિક્ષણ બાદ તેની સામે પગલા લેવાશે

નગરપાલિકામાં જગ્યા ખાલી ફુડના પુરતો સ્ટાફ નહી

સમગ્ર રાજ્યમા વ્યાપક જગ્યાએ ભલે દરોડા પડ્યા હોય પરંતુ કચ્છમાં માત્ર ભુજ જેવા સેન્ટરો પરજ કાર્યવાહી થઇ શકી હતી કેમકે ફુડ વિભાગ પાસે સમગ્ર કચ્છમાં કાર્યવાહી થઇ શકે તેટલો સ્ટાફ નથી અને મોટા ભાગની નગરપાલિકાઓમાં ફુડ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે જો કે હવે જોવું એ રહ્યુ કે કાર્યવાહીના અંતે તપાસમા શુ સત્ય બહાર આવે છે અને તેના પર શુ કાર્યવાહી થાય છે.