ભચાઉના આધોઇ ગામે લાંબા સમયથી ખેડુતોના ખેતરોમાંથી પસાર થતી વિજલાઇનના વળતરને લઇને વિરોધ શરૂ થયો છે. થોડા સમય પહેલા પણ કામ માટે આવેલા કંપનીના જવાબદારોને ખેડુતોએ કામ કરતા અટકાવ્યા હતા. જો કે તંત્ર અને પોલિસની મદદથી ફરી કંપની દ્રારા વળતર ચુકવ્યા વગર કામ શરૂ થતા ખેડુતોએ લડી લેવાની તૈયારી દર્શાવી છે. બે દિવસ પહેલા પોલિસ બંદોબસ્ત સાથે આવેલા કંપનીના જવાબદારોને ખેડુતોએ અટકાવ્યા હતા. જો કે તેમ છંતા કામગીરી માટે કંપની દ્રારા કડક વલણ અપનાવાયુ હતુ. ત્યારે આજે ખેડુતોએ જે ખેતરમાંથી વિજલાઇન અને વિજપોલ ઉભા કરાઇ રહ્યા છે. ત્યા છાવણી નાંખી ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. પોલિસના ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે કંપની દ્રારા કામ કરવા માટે દબાણ કરાતુ હોવાનો આક્ષેપ કર્યો છે સાથે જ્યા સુધી યોગ્ય વડતર નહી મળે ત્યા સુધી ઉપવાસ પર બેસી ખેડુતો વિરોધ નોંધાવશે કામ શરૂ થયુ તે પહેલા કંપની દ્રારા વળતરના અલગ-ભાવ નક્કી કરાયા હતા. જો કે કામ શરૂ થયા બાદ હવે કંપનીએ કરેલા વાયદા મુજબ ખેડુતોને વડતર મળતુ નથી આજે ખેડુતો તેમના પરિવારના સભ્યો સાથે જે જગ્યાએ વિજપોલ અને લાઇન નંખાઇ રહી છે ત્યા છાવણી બાંધી વિરોધ નોંધાવી રહ્યા છે. ભચાઉના આધોઇ જ નહી પરંતુ કચ્છમાં વિજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્રારા અનેક જગ્યાએ આવી રીતે ખેડુતો પર દબાણ કરી કામ કરાવાઇ રહ્યુ છે ત્યારે પ્રસાંશન ખેડુતોનુ હિત જોઇ તેમના પ્રશ્ર્નનો યોગ્ય નિરાકરણ કરે તે જરૂરી છે. 765 કે.વી વિજલાઇનનુ કામ જ્યારથી શરૂ થયુ ત્યારથી ખેડુતો મીટરના 9000 વળતરની માંગ કરી રહ્યા છે. પરંતુ કંપની તે આપવા માટે સહમત ન થતા ખેડુતોએ વિરોધ શરૂ કર્યો છે.