Home Social મસ્કાના સરપંચનો વિવાદીત વિડીયો વાયરલ અધિકારીને જાહેરમંચ પરથી કહ્યુ માપમાં રહેજો!

મસ્કાના સરપંચનો વિવાદીત વિડીયો વાયરલ અધિકારીને જાહેરમંચ પરથી કહ્યુ માપમાં રહેજો!

8636
SHARE
અત્યારે તો ખબર નથી પરંતુ એક સમય હતો જ્યારે ચુંટાયેલા પ્રતિનીધીઓની સરકારી વહીવટી તંત્ર પર ખુબ પકડ હતી અને પ્રજાસેવકો લોકોના કામ ન કરતા અધિકારી કર્મચારીનો ઉધડો લેતા હતા. જો કે આજે સમય બદલાયો છે અને ચુંટાયેલા પ્રતિનીધી પ્રજા કામ માટે પ્રભુત્વતો નહી પરંતુ પોતાના સ્વાર્થ માટે ગોઠવણ કરી લેતા હોય છે. અને કદાચ કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓનુ સરકારી અધિકારી પર પ્રભુત્વ હોય તો તે ધ્યાને આવ્યુ નથી. જો કે કચ્છ ભાજપના મોટા નેતાઓની તો ખબર નથી પરંતુ માંડવીના એક ઉત્સાહી કાર્યક્રર અને માંડવી મસ્કાના એક્ટીવ સરપંચનો એક વિવાદીત વિડીયો વાયરલ થયો છે. જેમાં તે તંત્રને ખુલ્લી ચિમકી આપી માપમાં રહેવાનુ કહે છે એટલુ જ નહી ઉત્સાહમાં ભીડને જોઇને આગળ વધતા બે મીનીટમાં ખુરશી પરથી ઉતારવાનુ પણ કહી દ છે. હવે કીર્તી ગોરએ ક્યા પરિપેક્ષમાં અને પ્રજાના કયા કામો નથી થતા તેના ઉપલક્ષમાં કહ્યુ તે તો તે જ જાણે પરંતુ હાલ તેનો વિડીયો સોસીયલ મિડીયામા ખુબ વાયરલ થઇ રહ્યો છે.
શુ બિદડાના સભ્યો સસ્પેન્ડ થતા ઉશ્કેરાયા?
સુત્રોનુ માનીએ તો આ વિડીયો ક્લીપ તાજેતરમાં બિદડા પંચાયતના સરપંચ સહિતના સભ્યોને સસ્પેન્ડ કર્યા પછીની છે. પંચાયતના સભ્યો સસ્પેન્ડ થયા બાદ યોજાયેલી સભામાં કીર્તી ગોર એ આ નિવેદન આપ્યુ હોવાનુ મનાય છે. જેમાં તે પરિવારના સભ્યો વચ્ચે મનદુખની વાત કરી સરકારી વિભાગો જે કામ કરવાના છે તે કરતા નથી અને તેમાં વિકાસના કામમાં રોડા નાંખે છે. રજા પર જતા રહે છે પરંતુ જે કામ નથી કરવાના તેમાં સક્રિય થઇ કામ કરે છે પાર્ટી અને ઘરના સંસ્કારની વાત આગળ ધરી વધુમાં સરપંચ કહે છે કે અમારી પાર્ટી અને ઘરના સંસ્કાર છે કે અધિકારીઓને જી સાહેબ હા સાહેબ કરીએ છીએ પરંતુ અધિકારીઓ માપમાં રહે તેમને ખુરશી પરથી દુર કરતા પણ વાર નહી લાગે અંતમાં સુરેશભાઇ માટે આપણે લડત કરશુ કહી તે વાણીને વિરામ આપે છે. જો કે કીર્તીગોરના ઓડીયો પરથી સાબિત થાય છે કે કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ વચ્ચે જુથ્થવાદ છે અને સરકારી તંત્રનો તેમાં દુર ઉપયોગ થઇ રહ્યો છે.
કીર્તી ગોરની વાત સાચી છે. કે ખોટી તે તો હવે પ્રજા નક્કી કરે પરંતુ સરકારી તંત્ર સામે જાહેર સભામા તેમનુ આ નિવેદન ખુબ ચોંકવનારૂ અને આમ નાગરીકો પર તંત્રની છબી ખરડવા સમાન છે જો કે તંત્રએ ભુલ કરી હોય તો ભાજપના અનેક મોટા નેતાઓ છે ફરીયાદ માટે પરંતુ વાહવાઇ મેળવવા પોતાના માપમાંથી બહાર નિકળી જાહેરમાં આપેલુ નિવેદન ખરેખર ભાજપ અને ભાજપની સરકારના અધિકારીઓની છબી ખરડવા સમાન છે. જો કે કચ્છ ભાજપમાં માનીતા કાર્યક્રરો માટે આવા નિવેદનો શિસ્તભંગ નથી ગણાતા