Home Social કાલે કચ્છ જીલ્લા પંચાયતની સામાન્ય સભા; શુ કારોબારી ચેરમેન બદલાશે? કાલે તખ્તો...

કાલે કચ્છ જીલ્લા પંચાયતની સામાન્ય સભા; શુ કારોબારી ચેરમેન બદલાશે? કાલે તખ્તો ધડાઇ જશે!

968
SHARE
ભાજપમાં ક્યાર શુ અને કેવુ બને તે કહી શકાય નહી ભુતકાળમા રાજકીય નિમણુંક સમયે અનેક એવા વિવાદો સામે આવ્યા છે. અને જેનુ નામ નક્કી અથવા જાહેર કરી દેવાયુ હોય તેમાં ફેરફારો કર્યા છે. જો કે કચ્છમાં તાલુકા પંચાયત-પાલિકામાં શાંતિપુર્ણ રીતે સમિતી સહિતના હોદ્દેદારોની નિમણંક કરી દેવાઇ છે. પરંતુ 6 તારીખે સત્તાવાર રીતે જીલ્લા પંચાયતના હોદ્દેદારો અને સમિતીના ચેરમેનની વરણી કરવામાં આવશે જેના નામો લગભગ નક્કી જ છે. પરંતુ અગાઉથી જ બંધારણ વિરૂધ્ધ જાહેર થઇ ગયેલા કારોબારી ચેરમેનના નામને લઇને વિવાદ શરૂ થયો છે. અને આડકતરી રીતે ભાજપના આંતરીક જુથ્થવાદમાં કેટલાક લોકો કોરોબારી ચેરમેનને પાડી દેવા સક્રિય થયા છે. જો કે હજુ સુધી તેમાં ફેરફાર થાય તેવા કોઇ સંકેતો નથી પરંતુ કાલે નિમણુંક બાદ તેનો તખ્તો તૈયાર થાય તેવુ રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ગઇકાલે પણ માંડવી પોલિસે કરેલી બાયોડીઝલની કાર્યવાહીમાં રાજકીય કનેકશન ઝડપથી ચર્ચામાં આવે તેવા પ્રયત્નો શરૂ થયા છે જે આગામી દિવસોમાં વધુ નવા વિવાદો સામે લાવે તો નવાઇ નહી અને માત્ર કચ્છ જ નહી ગાંધીનગર સુધી આ મામલે પ્રયાસો થયા છે
તો શુ ચેરમેન બદલાઇ જશે?
પાર્ટીએ અગાઉથીજ જીલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના નામોની જાહેરાત કરી દીધી છે. જો કે સામાન્ય સભામાં સર્વાનુમતે પહેલા સમિતીઓના સભ્ય-ચેરમેનના નામ જાહેર થયા બાદ એક બેઠક મળ છે જેમાં કોરોબારી ચેરમેનના નામ પર મહોર મરાય છે. જો કે સત્તાવાર નિમણુંક થાય તે પહેલાજ કારોબારી ચેરમેનને ચેમ્બર ફાળવવા અને તેમાં ચેરમેન મહેન્દ્ર ગઢવી દ્રારા નેમ પ્લેટ લગાવી સર્જેલા વિવાદ પછી સતત તેમને સાંકળતા વિવાદો સામે આવી રહ્યા છે. નેમ પ્લેટ વિવાદ હજી સમ્યો ન હતો ત્યા આહિર સમાજના સામાજીક આગેવાનોએ આડકતરી રીતે સમાજને પ્રતિનિધીત્વ આપવાની માંગ સાથે ગર્ભીત રીતે મહેન્દ્ર ગઢવીના નામમાં ફેરફારની ચિંતા સાથે શક્યતા વ્યક્ત કરી હતી.તેવામા ગઇકાલે જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે જેમાં નક્કી કરેલી સમિતીના ચેરમેન સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરાશે અને ત્યાર બાદ કારોબારી ચેરમેન પદ્દ માટેના સત્તાવાર નામ નક્કી કરવાનો તખ્તો ધડાશે જો કે તે પહેલા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નજીકના ગણાતા મહેન્દ્ર ગઢવીના પરિવારના સભ્યનુ નામ બેઝ ઓઇલ ચોરીમાં ઉછળ્યુ છે(જો કે પોલિસે આ અંગે સત્તાવાર સમર્થન આપ્યુ નથી). તો હજુ પણ તેમની નિમણુંક પહેલા કોઇ રાજકીય ખેલ થાય તેવી પુરી શક્યતા રાજકીય સુત્રોએ વ્યક્ત કરી છે. તો કેટલીક વિવાદસ્પદ વાતો ગાંધીનગર સુધી પણ મોકલાઇ છે જે મામલે સંભવત થોડા દિવસોમાં સપાટી પર આવશે
જો રાજકીય સુત્રોનુ માનીએ તો નામની જાહેરાત થઇ ત્યારથી ચોક્કસ જુથ્થના વ્યક્તિઓ મહેન્દ્ર ગઢવી ચેરમેન ન બને તે માટે પડદા પછાળના ખેલ કરી રહ્યા છે કેમકે એક તરફ જુથ્થબંધી અને બીજી તરફ નિયમોથી જુદી રીતે નામની જાહેરાત કરી દેવાતા વિવાદ સર્જાયો હતો અને તેમાં વધારો કર્યો નેમ પ્લેટ વિવાદ. પછી આહિર સમાજને પ્રતિનીધીત્વ આપવાની માંગણીના પત્રએ અને હવે પછી બે નંબરી ધંધામાં તેમના નજીકના લોકોના નામ ખોલવાનો..મામલો છેક ગાંધીનગર સુધી પહોચ્યો છે. જો કે હવે જોવાનુ એ રહ્યુ કે કચ્છ ભાજપના આંતરીક જુથ્થબંધીમાં ચેરમેનના નામને લઇ શુ કાઇ નવાજુની થાય છે. કે પછી ધી ના ઠામમા ધી પડી જાય છે. જો કે એક વાત નક્કી છે. કે કારોબારી ચેરમેન બન્યા બાદ પણ મહેન્દ્ર ગઢવી માટે કામ કરવુ અને વિવાદોથી દુર રહેશુ સરળ નહી રહે…