Home Social બિદડાના સરપંચ-સભ્ય સસ્પેન્ડ થવા મામલે ગામ સજ્જડ બંધ; સમર્થકોએ કહ્યુ કરારા જવાબ...

બિદડાના સરપંચ-સભ્ય સસ્પેન્ડ થવા મામલે ગામ સજ્જડ બંધ; સમર્થકોએ કહ્યુ કરારા જવાબ મીલેગા!

721
SHARE
માંડવી તાલુકાના બિદડા ગામના સરપંચ અને સભ્યો સસ્પેન્ડ થવા મામલે ચાલી રહેલો વિવાદ શાંત પડવાનુ નામ લેતો નથી. અગાઉ જ્યારે સભ્યો અને સરપંચ સસ્પેન્ડ થયા ત્યારથી સોસીયલ મિડીયામા આ ઘટનાને રાજકીય કિન્નાખોરી પુર્વકનુ ગણાવી તેમાં તંત્ર ફેરવીચારણા માટેની માંગ થઇ રહી છે ત્યા આજે સભ્યો-સરપંચ સસ્પેન્ડ થવાની કાર્યવાહીના વિરોધમાં ગામ સજ્જડ બંધ રહ્યુ હતુ. ગઇકાલે આજ મામલે માંડવી તાલુકાના મસ્કા ગામના સરપંચ અને માંડવી ભાજપના યુવા આગેવાન કીર્તી ગોરએ ન કહેવાનુ જાહેરમંચ પરથી કહ્યુ હતુ અને આડકતરી રીતે કાર્યવાહી કરનાર તંત્રને માપમાં રહેવા કહ્યુ હતુ. તો આજે વિવિધ પોસ્ટ પણ સરપંચ સુરેશ સંધારના સમર્થનમાં વાયરલ થઇ છે. જેમાં કેટલાક વિડીયો પણ છે. જેમાં રાજનીતી ફિલ્મના જાણીતા ડાયલોગ સાથેનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઉપર સુરેશ સંધારનો ફોટો અને તેને સમર્થન સાથેનુ લખાણ જ્યારે નીચે મનોજ બાજપાઇનો ડાયલોગ મુકવામાં આવ્યો છે જેમાં કરારા જવાબ મિલેગા તેવુ કહેવામાં આવ્યુ છે. તો ગામે આજે સજ્જડ બંધ રહ્યુ હતુ કચ્છમાં થોડા દિવસોથી રાજકીય ખેંચતાણ વધી છે. અને તેનુ એ.પી સેન્ટર ક્યાકને ક્યાક માંડવી અને અંજાર વિસ્તાર બની રહ્યુ છે તાજેતરમાં જ ભાજપની વર્યુઅલ કારોબારી બેઠકમાં અંજાર વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી વાસણભાઇની કથીત અગાઉ વાયરલ થયેલી ઓડીયો ક્લીપ શરૂ થઇ ગઇ હતી તો માંડવી વિસ્તારમાંથી ચુંટાયેલા જીલ્લા પંચાયત સભ્યને પણ ટાર્ગેટ કરાઇ રહ્યો છે તેવામાં તંત્રએ સરપંચ અને સભ્યોના સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ ક્યાક રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે થઇ હોવાની ચર્ચા ભાજપમાં આંતરીક થઇ રહી છે ત્યારે હવે તંત્રને ખુલ્લા પડકાર ફેંકવાના વાયરલ વિડીયો પછી સોસીયલ વોર શરૂ થયુ છે. જો કે ભાજપના મોડવીઓએ તંત્રને સાથે રાખી આવા વિવાદીત મામલાથી તંત્ર-સરકારની ખરડાતી છબીને બચાવવા સાથે વિવાદ શાંત કરવા પ્રયત્નો કરવા જોઇએ તે સમયની માંગ છે. આજે ગામે બંધ રાખવા સાથે વહીવટી તંત્રના ઉચ્ચ હોદ્દેદારોને સસ્પેન્સની કાર્યવાહી પાછી ખેંચવા માટેની રજુઆત પણ કરી હતી. સરપંચ સુરેશ સંધાર બિદડાના સરપંચ હોવા સાથે માંડવી તાલુકા ભાજપના સક્રિય આગેવાન પ્રમુખ પણ છે.