Home Current કચ્છીઓ માટે સરકારની મહત્વની જાહેરાત ઝડપથી વધારાના 1 મીલીયન ફીટ પાણી મળવાની...

કચ્છીઓ માટે સરકારની મહત્વની જાહેરાત ઝડપથી વધારાના 1 મીલીયન ફીટ પાણી મળવાની કચ્છીઓમાં ખુશી

386
SHARE
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરના વહિ જતા વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ કચ્છને આપવાનો ઐતિહાસિક નિર્ણય આજે કર્યો છે મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતી ધ્યાનમાં રાખીને હાલના તબક્કા ૧ અંતર્ગત રૂ. ૩૪૭પ કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ રાજ્યના જળસંપત્તિ વિભાગને કામો ઝડપથી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી છે આ કામો હાથ ધરાવાને પરિણામે હાલ પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ ૬ તાલકુાના ૯૬ ગામોની ર લાખ ૩પ હજાર એકર જેટલી જમીનમાં પાણીની સુવિધા પૂરી પાડી શકાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના નાગરિકો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી, અપેક્ષા પરિપૂર્ણ કરવા કરેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે ૩ લાખ ૮૦ હજાર જેટલી માનવ વસ્તીને પણ નર્મદાના પાણીનો લાભ મળતો થશે ગુજરાતની જિવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહિ જતા વધારાના ૩ મિલીયન એકર ફિટ પાણીમાંથી ૧ મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, ૧ મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને ૧ મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો જો કે કચ્છ માટે તે પરીપુર્ણ થઇ શક્યુ ન હતુ.
અન્ય કામો પણ ઝડપથી પુર્ણ થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ તબક્કા હેઠળ ૩૪૭પ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની જે સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે તેમાંથી જળસંપત્તિ વિભાગ દ્વારા જળાશય, સર્ઘન લીંક-તબક્કો-૧, હાઇ કન્ટુર સ્ટોરેજ, નોર્ધન લીંક તબક્કો-૧ના વિવિધ કામો હાથ ધરવાનું આયોજન છે.તો આ ઉપરાંત કચ્છ શાખા નહેરની સાંકળ ૧૦૫ કીમી પાસેથી પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરવાનું તથા આસપાસના વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે. અંદાજિત રકમ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આ કામ હાથ ધરાશે અને આ કામ થવાથી રાપર તાલુકાના ૯ ગામોના અંદાજે ૪૨૦૦૦ એકર વિસ્તારને સિંચાઇમાં તથા ૫૦૦૦૦ લોકોને લાભ થશે. તો ટપ્પર જળાશયમાંથી માંડવી તાલુકાના દસરડી જળાશય સુધીની કામગીરી હાથ ધરાશે. અંદાજિત રકમ રૂ. ૧૨૨૫ કરોડના આ કામોને પરિણામે અંજાર, માંડવી, મુંદ્રા અને ભુજ એમ ચાર તાલુકાના ૩૫ ગામોના અંદાજે ૭૫,૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૧૦,૦૦૦ લોકોને લાભ મળશે. એટલું જ નહિ, આ લીંકથી અંજાર તાલુકાના ૬, મુંદ્રા તાલુકાના ૬, માંડવી તાલુકાના ૫ અને ભુજ તાલુકાના ૩ એમ કુલ ૨૦ જળાશયોમાં પાણી નાખવામાં આવશે. તો ટપ્પર જળાશયમાંથી ભુજ તાલુકાના જમારા જળાશય સુધી કામગીરી હાથ ધરવાનું આયોજન છે. અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે આ કામોને પણ અંજાર અને ભુજ એમ બે તાલુકાના કુલ ૨૦ ગામોના અંદાજે ૩૮૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૧૦,૦૦૦ લોકોને લાભ મળશે. આ લીંકથી ભુજ તાલુકાના ૬ જળાશયોમાં પાણી નાખવામાં આવશે. ટપ્પર જળાશયમાંથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે આ કામો થવાથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાના કુલ ૩૨ ગામોના અંદાજે ૮૦૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૪૫,૦૦૦ લોકોને લાભ મળશે.
ગુજરાત માટે જીવાદોરી સમાન નર્મદા પ્રોજેક્ટ કચ્છ માટે એક સપનુ હતુ. જેની જાહેરાતો તો કરી દેવાઇ હતી પંરતુ તેનો લાભ કે તેનુ કામ ઝડપી થાય તે માટે સરકાર નિરશ હતી જો કે પાછલા થોડા દિવસોમાં કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓની રજુઆત અને કચ્છના ખેડુતોએ કરેલા વિરોધ પછી સરકારે આ મુદ્દો ગંભીર લીધો હોય તેવુ લાગી રહ્યુ છે કચ્છ વિસ્તારમાં નર્મદા જળથી કૃષિ-પશુપાલનના વિકાસને નવી દિશા મળશે કચ્છના ખેડુતો કચ્છના પુર્વ ચુંટાયેલા પ્રતિનીધી પકંજ મહેતા તારાચંદ છેડાએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.