સ્વસહાય જુથ્થની બહેનો સાથે વડાપ્રધાનનો કાલે સંવાદ યોજાયો હતો જેમાં કચ્છમાં કુકમાં ગામની પસંદગી કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન કુકમાં ગામના એક્ટીવ મહિલા સરપંચ સાથે સંવાદ કરવાના હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન થઇ ગયુ હતુ પરંતુ છેલ્લી ધડીએ વડાપ્રધાન સાથે યોજાનાર સીધો સંવાદ કાર્યક્રમ રદ્દ થઇ ગયો હતો. આ વર્ચયુલ રીતે વડાપ્રધાનને સાંભળી સંપુર્ણ કાર્યક્રમ પુર્ણ કરાયો હતો પરંતુ કુકમા ગામના સરપંચ સાથેનો સંવાદ શક્ય બન્યો ન હતો અને જોગાનુજોગ એજ દિવસે સાંજે મહિલા સરપંચ તથા પતિ તથા તેનના અન્ય બે સંબધીઓ ACB ના છટકામાં આવી ગયા છે. ACB એ 5 લાંચની માંગણી અને 4 લાખ સ્વીકારવાના ગુન્હામાં કાર્યવાહી કરી છે. ફરીયાદી કુકમા નજીક આવેલી માઈન્સ અને મીનરલ્સ કંપનીમાં રેવન્યુને લગતું કામ કરે છે. ,આ કંપની ના ઔઘોગીક બાંઘકામ કરવા માટે ગ્રામ પંચાયતની આકારણી તથા બાંઘકામ મંજૂરી કરી આપવા અને કંપની વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહી કરવા મહીલા સરપંચે આ કામના ફરિયાદી પાસે થી પાંચ લાખ રૂપીયાની લાંચ માંગેલ અને અગાઉ એક લાખ રૂપીયા લાંચ રૂપે લઈ લીઘેલ બાકીના ચાર લાખની લાંચ માટે તેઓએ ફરિયાદીને જણાવેલ કે આ નાણાં ની રકમ વધારે હોય તે લેવા મારા વતી મારા પતિ તથા અન્ય સંબંધીઓ તમારો સંપર્ક કરશે ત્યારે તમે આ નાણાં તેમને આપી દેશો અને અન્ય વહીવટી બાબતો મારા વતી તેઓ તમોને કહેશે. પરંતુ આ કામના ફરીયાદી લાંચ આપવા માંગતા ન હો એસીબી નો સંપર્ક કર્યો હતો જેમાં ભુજ મહાદેવ ગેટ નજીક લાંચ લેતા ઝડપાઇ ગયા હતા એ.સી.બીએ રાત્રે ઘરમાં સર્ચ કરવા સાથે આજે આ મામલે મહિલા સરપંચની અટકાયત પણ કરી છે. સુત્રોનુ માનીએ તો લાંબા સમયથી કુકમાં ગામના સરપંચ અને તેના પતિ કંપનીઓ પાસેથી ઉધરાણા મામલે ચર્ચામા રહેતા હતા. જો કે અંતે આ મામલે કાયદેસર કાર્યવાહી થઇ છે. કુકમાં ગામના મહિલા સરપંચને તાજેતરમાંજ ભાજપે પાર્ટીમાં સારા હોદ્દા પર નિયુક્તી આપી હતી એ.સી.બીએ ૧)કંકુબેન અમરતભાઈ મારવાડ ,સરપંચ-કુકમા જુથ પંચાયત , તા-ભૂજ (2)અમૃતભાઈ બેચરભાઈ મારવાડા,સરપંચના પતિ તથા ગ્રામ પંચાયત સભ્ય (૩)રવજીભાઈ આચુભાઈ બોચીયા સરપંચના સંબંધી (૪)રીતેશભાઈ રવજીભાઈ બોચીયા સરપંચ ના સંબંધી સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.