રસાયણશાસ્ત્ર ભવન, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સમાજ ઉપયોગી સંશોધનો કરવા માટે જાણીતો છે. જેમાં વધુ એક સંશોધન ઉમેરાયુ છે જે ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આવુજ એક ખુબ ઉપયોગી સંશોધન ડો. વિજય રામ, ડો ગિરિન બક્ષી અને બીજલ શુક્લના માર્ગદર્શનમાં એમ.એસ.સી એનાલિટિકલ કેમેસ્ટ્રી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ યશવી રાજદે અને રાજવી પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તેઓ દ્વારા ઓઇલ પ્રુફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલ વિકસાવવામાં આવ્યું છે. જનો ઉપયોગ વિવિધ રોજ બરોજના વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે પેપર ડીશ,પેપર બાઉલ,ચા આપવા માટે વપરાતા કપ વગેરે ને કોટીંગ કરવા માટે થઇ શકે છે. આ સંશોધનથી અત્યારે વપરાશમાં લેવાતા પોલિમર કોટીંગ મટીરીયલ કે જેમના મોટા ભાગના પોલિમર જમીનમાં ઘણા લાંબા સમય સુધી જેમના તેમ જ પડી રહે છે એટલે કે જમીનના પ્રદુષણ માં વધારો કરે છે.
વર્ષોની મહેનત-પ્રયોગ પછી સફળતા
ડો. વિજય રામના માર્ગદર્શનમાં રીતુ લવાણીયા દ્વારા વર્ષ ૨૦૨૨ માં ઓઇલ પ્રૂફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલ વિકસાવવા માટેના પ્રયોગો શરુ કરવામાં આવ્યા હતા. જેના માટે પેપર ડીશ, બાઉલ, ચા ના કપ વગેરેમાં હાલમાં વપરાતા પોલિમર મટીરીયલ વિષે માહિતી મેળવતા ખ્યાલ આવ્યો કે અત્યારે પેપર ઉપર કોટીંગ સામાન્ય બે રીતે થાય છે ૧. પેટ્રોલિયમ પ્લાસ્ટિક દ્વારા અને ૨. બાયો પ્લાસ્ટિક દ્વારા. હાલમાં પેપર પ્લેટ કે જે લાકડા અથવા શેરડીના બગાસ જેવા નેચરલ મટીરીયલ માંથી બનાવવામાં આવે છે પરંતુ ઘણી વખત તેના ઉપર કરવામાં આવતા કોટીંગ મટીરિયલમાં પ્લાસ્ટિક કે વેક્સ મટિરિયલનો ઉપયોગ વધુ થાય છે. આવા કોટીંગ મટીરીયલ નું રી સાયક્લિંગ જલ્દી થતું નથી અને વિઘટન પણ લાંબા ગાળે થાય છે. પેપર ઇન્ડસ્ટ્રિમાં સિન્થેટિક પોલિમર કોટીંગમાં કાર્બોકિઝલેટેડ સ્ટાયરિન-બ્યુટાડાઈન લેટેક્સ, સ્ટાયરિન એક્રિલિક કોપોલિમર, એક્રિલિક કોપોલિમર અને વિનાઇલ એસિટેટ જેવા મટીરીયલનો ઉપયોગ થાય છે. જયારે પેટ્રોલિયમ પ્લાસ્ટિક કે જેમાં પ્રોપિલિન કેમિકલ હોય છે.રોજબરોજમાં વપરાશમાં લેવાતી વસ્તુઓમાં આવી રીતે વપરાતા કેમિકલ ને બદલે જો નેચરલ મટીરીયલ નો ઉપયોગ થાય તો ઘણા ફાયદા મનુષ્યનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણમાં થઇ શકે તેમ છે. આ સંશોધન માટે લાંબો સમય અભ્યાસ પછી આ તારણ કઢાયુ છે. આ બાબત ને ધ્યાને લઇ બીજલ શુક્લા અને તેના માર્ગદર્શનમાં કામ કરતી Mડ એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ યશવી રાજદે અને રાજવી પરમાર દ્વારા આશરે ૩૦ જેટલા વિવિધ નેચરલ પ્રોડક્ટ બનાવી તેના ઉપર વિવિધ ટ્રાઇલ અને પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાંથી ખુબ સારા ગુણધર્મો ધરાવતા ૪ સંયોજનોને પ્રાયોગિક ધોરણે ચેક કરવા માટે રાજકોટની એક કંપની કે જે, પેપર ડીશ અને વિવિધ પ્રોડક્ટ મોટા પ્રમાણમાં બનાવે છે ત્યાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ૧૦૦ ડિગ્રી તાપમાન સુધી ઓઇલને ગરમ કરી અને રસાયણશાસ્ત્ર ભવન માં તૈયાર કરવામાં આવેલા કોર્ટીંગ મટીરીયલ ના ઉપયોગ થી બનાવેલ ડીશમાં ઓઇલ અંદર ઉતરે છે કે નહિ તેના પ્રયોગો કરતા એક ફોર્મ્યુલેશન ખુબ જ અસરકારક જણાયું હતું
તો ચીની મટિરિયલની જરૂરિયાત ધટે
સૌથી મહત્વની અને ઉલ્લેખનીય વાત એ છે રાજકોટની આ કંપની દ્વારા બનાવવામાં આવતી ડીશ ઉપર કોટીંગ કરવા માટેનું મટીરીયલ ચીનથી મગાવવામાં આવે છે. પરંતુ આ મટીરીયલ માં ક્યાં કેમિકલ ભેળવવામાં આવે છે તેની માહિતી આપવામાં આવતી નથી. આથી એ મટીરીયલમાં મનુષ્યના સ્વાસ્થ્યની હાનિકારક કેમિકલ પણ હોઇ શકે.આના બદલે રસાયણશાસ્ત્ર ભવન,ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવા સંશોધકો દ્વારા સંશોધકો દ્વારા ઓઇલ પુફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલ વિકસાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવાથી આ નુકશાનથી બચી શકાય તેમ છે. આવી રીતે આપણે ચીન દ્વારા બનાવવામાં આવતા મટિરિયલ ઉપરની જરૂરિયાત ધટાડી શકીયે તેમ છે.
હાલમાં ડો. વિજય રામના માર્ગદર્શનમાં આ ઉપયોગી પ્રોડક્ટ કઈ રીતે બનાવી શકાય તેની પેટેન્ટ ડ્રાફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં જેની પેટન્ટ મળવાથી કચ્છ યુનિવર્સિટી અને સમાજને ખુબ ફાયદો થશે તેવી આશા રાખવા આવી છે. આ ખુબ ઉપયોગી સંશોધન કરવા બદલ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો હિરાણી અને રજીસ્ટ્રાર ડો બુટાણી દ્વારા ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા. અગાઉ પણ કચ્છ યુનીવર્સીટીએ આવુ રાષ્ટ્ર-સમાજ ઉપયોગી સંશોધનો કર્યા છે. જે ભવિષ્યમાં ચોક્કસ સમગ્ર માનવજાત માટે ઉપયોગી રહેશે