મુન્દ્રા તાલુકાનાં નવીનાળ-શિરાચા નજીક પસાર થતી અને મુંદરા પોર્ટને સાંકળતી રેલવે લાઇન પર માલગાડીની હેડફેટે ગૌવંશનાં કરુણ મૃત્યુ મામલે અંતે અદાણીએ ચાર મુખ્ય માંગણી સ્વીકારી છે. ગાયને ધાસચારા સાથે યોગ્ય વળતર સાથે ભવિષ્યના જોખમે અંગે અદાણી યોગ્ય પગલા ભરશે
મુન્દ્રાના શિરાચા નજીક બાલ બ્રહ્માણી મંદિર નજીકના ટ્રેક પર માલગાડીની હડફેટે આવી જવાથી બુધવારે સવારે ટ્રેન અડફેટે આવી જતા 17 જેટલા પશુઓના મોતનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ખાસ કરીને માલધારીઓ,પશુપાલકો,જીવદયાપ્રેમીઓમાં એરેરાટી વ્યાપી ગઈ હતી. મોડી સાંજે સ્થળ પર નિયમિત ચારા અને સુરક્ષાની માંગ સાથે ચક્કાજામ શરૂ કરવામાં આવ્યો હતો.માલધારીઓએ માહિતી આપતા જણાવ્યુ હતુ. કે વિવિધ પશુપાલકોના ગૌવંશ મૃત્યુ પામ્યા હતા.સાથે આવી ઘટના વારંવાર થાય છે,પણ યેનકેન પ્રકારે બહાર આવતી નથી.તેવા આરોપ સાથે ફેન્સિંગ અને સુરક્ષાનાં પગલાં લેવાવાં જોઈએ તેવી માંગ કરતા પોલીસ પણ દોડતી થઇ હતી. અગ્રણીઓએ સ્પષ્ટ રીત ધટનાને દુખદ ગણાવી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે વિરોધ શરૂ કર્યો હતો.ગાય-ભેંસો માલધારીઓની રોજીરોટી તેવામાં પશુપાલકો તથા વિવિધ અગ્રણીઓએ ગેટ સુરક્ષા, નિયમિત ચારો વગેરે માગણી મૂકી હતી.સાથે ફેન્સિંગ કરી કાયમી સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો.સમાચાર વહેતા થતાં મોટી સંખ્યામાં ઝરપરા અને આસપાસના ગ્રામજનો,તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ વિવિધ સંગઠનો પહોચ્યા હતા.જો કે અદાણી તથા રેલવે વિભાગ તરફથી કોઇ યોગ્ય જવાબ ન મળતા સ્થાનીક લોકોમાં રોષ વધુ ફાટી નિકળ્યો હતો. અને ઉગ્ર વિરોધ સાથે ચક્કાજામ કર્યો હતો. જો કે સ્થાનીકોના વિરોધ પછી અદાણીએ ફરી યોગ્ય કરવાની લેખાતી ખાતરી આપી છે. અદાણી પોર્ટ્સ અને રેલવે મેનેજમેન્ટ ટીમ દ્વારા ઝરપરા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને સંબોધીને એક ખાતરી પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં ગાયો માટે ઘાસચારાથી લઈને રેલવે ટ્રેક પર પશુઓની સુરક્ષા માટે અનેક દાદ આપનારા નિર્ણયો લેવાયા છે.
અદાણી જુથે ગાયો માટે લીધા પાંચ મોટા નિર્ણયો…
ઝરપરા ગામમાં ગાયો માટે આવતીકાલથી નિયમિત ધોરણે આશરે ૪૦૦ મણ ઘાસચારો કાયમી ધોરણે પૂરો પાડવામાં આવશે.ભવિષ્યમાં જો પશુઓની સંખ્યા વધશે તો જરૂરિયાત મુજબ ઘાસચારાનો જથ્થો પણ વધારી અપાશે.જેની સામે ગામની ગાયો કે પશુધન અદાણી પોર્ટ અને SEZ વિસ્તારમાં પ્રવેશ ન કરે તેની તકેદારી પશુપાલકોએ રાખવાની રહેશે.આ ઉપરાંત, ભરાડીમાતા અંડરપાસમાંથી પશુઓ અને લોકો સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય કરાયો છે.સાથે રેલવે ટ્રેક પર થતા અકસ્માતો અટકાવવા માટે ટ્રેકની બંને બાજુથી બાવળ દૂર કરવામાં આવશે અને ઘાસ ન ઊગે તે માટે દવાનો છંટકાવ કરાશે.સાથે જ જરૂરિયાત મુજબ ટ્રેકની બંને બાજુ ફેન્સિંગ (ઝાડી) પણ કરવામાં આવશે.પશુઓની અવરજવર પર સતત નજર રાખી શકાય તે માટે રેલવે મેનેજમેન્ટ દ્વારા ‘કેટલમેન’ની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.સાથે તાજેતરમાં મરણ પામેલ પશુઓ માટે પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.તેમજ ઘાયલ થયેલા પશુઓની સારવાર માટે નાણાકીય સહયોગ આપવા પશુપાલકો સાથે રૂબરૂ ચર્ચા કરી મદદ કરવામાં આવશે.અદાણી રેલવે મેનેજમેન્ટ ટીમએ પણ ખાતરી આપી છે કે ભવિષ્યમાં જો આવી કોઈ ઘટના બનશે તો પશુપાલકોને તાત્કાલિક જાણ કરવામાં આવશે.આ નિર્ણયોથી ઝરપરા ગામના પશુપાલકોમાં ખુશી ફેલાઇ હતી.
અદાણી સામે સ્થાનીક સમસ્યા,વિવિધ મુદ્દાઓ તથા અન્ય પ્રશ્નોને લઇને સ્થાનીકોનો વિરોધ સતત થઇ રહ્યો છે પહેલા એમટી કન્ટેનર યાર્ડ મામલે વિરોધ અને ત્યાર બાદ અદાણીએ સ્થાનીકોની માંગ સંતોષી તેવી રીતે ગંભીર કહી શકાય તેવા ગૌ મૃત્યુના મામલે હવે અદાણીએ પશુપાલકોના હિત માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે.પશુપાલકો ગાયના મુદ્દે લડી લેવાના મુડમાં હતા જો કે અદાણી સમુહે પશુપાલકો તથા ગ્રામજનોની તમામ માંગણીઓ અંતે લેખીતમાં સ્વીકારી છે.