માંડવી નગરપાલિકા
નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વરસની અવધિ પુરી થતાં પહેલાંજ માંડવી ભાજપના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. કલેકટરના જાહેરનામા અનુસાર બાકીના રહેતા અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના જાહેરનામા અનુસાર અબડાસાના ડેપ્યુટી કલેકટર શ્રી ઝાલાની ઉપસ્થિતિમા માંડવી નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. ભારે ઉત્તેજનભર્યા માહોલ વચ્ચે સર્વાનુમતિ થી શાસક પક્ષ ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે મેહુલ શાહ અને ઉપપ્રમુખ ગીતાબેન રાજગોરને બહુમતી સાથે ચૂંટી કાઢ્યા હતા.
ક્યા જુથનો હાથ રહ્યો ઉપર?
નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની આ ચૂંટણીએ સ્થાનિક રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. તાલુકા અને શહેર કક્ષાએ ભાજપના જ જૂથો વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી. જે છેક પાર્લામેન્ટરી બોર્ડ સુધી દેખાઈ. માંડવીની વાત કરીએ તો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અમુલ દેઢીયા અને ભાજપના જિલ્લા મહામંત્રી અનિરુદ્ધ દવેના જૂથ વચ્ચે ખેંચતાણ હતી. ધારાસભ્ય જૂથ મેહુલ શાહની તરફેણ માં હતું જયારે અંનિરુદ્ધ દવે જીજ્ઞેશ કષ્ટાના સમર્થનમાં હતા.
ગાંધીધામ નગરપાલિકા
માંડવીની જેમજ ગાંધીધામ ભાજપના રાજકારણમાં ગરમાટો અનુભવાયો હતો. કલેકટર ના જાહેરનામા અનુસાર બાકીના રહેતા અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના જાહેરનામા અનુસાર સ્ટેમ્પડ્યુટી ડેપ્યુટી કલેકટર શ્રી કાંથડ મેડમની ઉપસ્થિતિમા ગાંધીધામ નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. ભારે ઉત્તેજનભર્યા માહોલ વચ્ચે સર્વાનુમતિ થી શાસક પક્ષ ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે કાનજી ભર્યા અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન શેટ્ટીને બહુમતી સાથે ચૂંટી કાઢ્યા હતા.
ક્યા જુથનો હાથ રહ્યો ઉપર?
નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની આ ચૂંટણી દરમ્યાન તાલુકા અને શહેર કક્ષાએ ગાંધીધામ ભાજપના જ જૂથો વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી. જે છેક પાર્લામેન્ટરી બોર્ડ સુધી દેખાઈ. ગાંધીધામની વાત કરીએ તો ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રામજીભાઈ ઘેડા અને પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વર ના જૂથ વચ્ચે ખેંચતાણ હતી. જેમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના જૂથનો હાથ ઉપર રહ્યો. રમેશ મહેશ્વરી રાજેશ ભરાડીયાના સમર્થનમાં હતા. જોકે ઉપપ્રમુખ લીલાબેન શેટ્ટીની વરણીની સાથે જ ભાજપના નગરસેવકોની અંદરની નારાજગી બહાર આવી હતી કે, જે સદસ્યા નગરપાલિકામાં હાજર નથી રહેતા તેમને કઈ રીતે ઉપપ્રમુખ બનાવાયા?