Home Special અંજારના મીઠા પસવારીયા ગામે શિક્ષકોની વિદાય પર સર્જાયા લાગણીસભર દ્રશ્ર્ય!

અંજારના મીઠા પસવારીયા ગામે શિક્ષકોની વિદાય પર સર્જાયા લાગણીસભર દ્રશ્ર્ય!

1363
SHARE

તાજેતરમાંજ યોજાયેલી બદલીઓમાં કચ્છમાંથી ધણા શિક્ષકો જતા એક તરફ લોકો ચિંતીત છે. કે હવે કચ્છમાં શિક્ષણનુ શુ થશે ત્યા બીજી તરફ વર્ષો સુધી એક જ જગ્યાએ ફરજ બજાવી લોકોની લાગણી જીતનાર શિક્ષકો બદલી થતા અદકેરા સન્માન સાથે કચ્છ છોડી રહ્યા છે બે દિવસ પહેલાજ બન્ની વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવનાર શિક્ષકની વિદાય પર ગામલોકોએ તેમનુ મોટુ સન્માન કરી વિદાય આપી હતી અને લાગણીસભર દ્રશ્ર્યો સર્જાયા હતા ત્યા અંજારના મીઠા પસવારીયા ગામે પણ શિક્ષકની બદલી બાદ વિદાય થતા ગામ હીબકે ચડ્યુ હતુ. સજાવેલી કાર સાથે શિક્ષકની વિદાય સમયે આખુ ગામ પોતાના આંશુ રોકી શક્યા ન હતા મીઠા પસવારીયા પં. પ્રા. શાળાના શિક્ષકો શ્રીમતી ઉર્મિલાબેન બલદાણિયા (આચાર્ય) તથા મહેશભાઈ કાનાણીની તેમના વતનમાં બદલી થતાં સમસ્ત ગ્રામજનો દ્વારા તેને અદકેરી વિદાય આપવામાં આવી હતી.
ગામ છોડી કોઇ શિક્ષણ માટે નથી ગયુ
ઉર્મિલાબેન બલદાણિયા છેલ્લા 20 વર્ષથી આ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જ્યારે મહેશભાઈ કાનાણી 10 વર્ષથી પોતાનુ વતન છોડી અહી શિક્ષણની જ્યોત જગાવી બેઠા છે.વિજ્ઞાનમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મતમાં જોડી મહેશ કાનાણીએ અનેકવાર પંચાયતી શાળાને જીલ્લામાં ગૌરવ અપાવ્યુ છે. આસાપાસના અન્ય ગામના અનેક બાળકો ધોરણ-01 થી 8 માં અભ્યાસ માટે અંજાર ગયા હશે પરંતુ આ શિક્ષકોના સમયગાળા દરમ્યાન ગામમાંથી શિક્ષણ છોડી એકપણ બાળક અન્ય જગ્યાએ અભ્યાસ માટે ગયુ નથી.મહેશભાઈ કાનાણી જાંબુ કુમાર પ્રાથમીક શાળા લિંબડી સુરેન્દ્રનગર ખાતે બદલી પામ્યા જ્યારે ઉર્મીલાબેનની અંજાર ખાતે બદલી થઇ હતી.
ગામમાં શોભાયાત્રા કઢાઇ
છેલ્લા 2 દાયકાથી ચુંટણીમાં સમરસ રહેતા ગામમાં સંપ અને એકતા કેવી છે. તે તો આખુ કચ્છ જાણે છે. સંધને વરેલા આ ગામમાં ગામલોકો અને શિક્ષકોના હમેંશા સહયારા પ્રયાસો રહ્યા છે. અને તેથીજ જ્યારે શિક્ષકોની બદલી સમયે ગામ જાણે હિંબકે ચડ્યુ હતુ શિક્ષણકાર્યની નોંધ લઇ બન્ને શિક્ષકોનો વિદાય સમારંભ માત્ર શાળા પરિસરમાં જ નહીં પરંતુ સમગ્ર ગામમાં પણ યોજાયો હતો સમસ્ત શાળા પરિવાર દ્વારા શિક્ષકોનું ભાવપૂર્ણ રીતે વિદાયનો કાર્યક્રમ યોજાયા બાદ સમગ્ર ગ્રામજનો દ્વારા પુષ્પ વર્ષા અને તેમની સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢી તેમના સમર્પણને વંદન કરવામાં આવ્યા.હતા ભાવભીની આંખે અને રડતા હૃદયે નાનકડા બાળકોથી માંડી શાળા પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ શુભેચ્છાઓ અને સન્માન સાથે બંને શિક્ષકોને વિદાય આપી ત્યારે ગ્રામજનોની આંખમાં તો આંશુ હતા પરંતુ બન્ને શિક્ષકો પણ સતત રડતા અને ભાવુક થયેલા દેખાયા.

કચ્છમાં શિક્ષકોની ધટ અને સતત તેમની સમસ્યાની વાતો વચ્ચે કચ્છમાં બે દિવસમાં બનેલી આ વિરલ ધટના ચોક્કસ પ્રેરણાદાયી છે. કેમકે કચ્છમાં શિક્ષણ માટે આવવા તૈયાર ન થતા શિક્ષકોને પ્રેરવા માટે આ બે કિસ્સા ચોક્કસ નોંધ લેવડાવે તેવા છે કદાચ આવો પ્રેમ અહી શિક્ષકોને ફરજ માટે દોરી આવે તેમ છે