Home Social કેરા-મુન્દ્રા રોડ પર ચીકણી માટીએ અનેકને ફગાવ્યા વિફરેલા લોકોએ રસ્તો બંધ કર્યો;...

કેરા-મુન્દ્રા રોડ પર ચીકણી માટીએ અનેકને ફગાવ્યા વિફરેલા લોકોએ રસ્તો બંધ કર્યો; જુવો વીડિયો

1868
SHARE
સતત વાહનોની અવરજવરથી ધમધમતા ભુજ તાલુકાના કેરા ગામથી મુન્દ્રા તરફ જતા રસ્તા પર ભારે વાહનોથી ટ્રાફીક જામની સમસ્યા એ સામાન્ય વાત છે. એક તરફ સાંકળો રસ્તો અને બીજી તરફ ચઢાણને કારણે આ રસ્તા પર અવારનવાર ટ્રાફીક જામ અને અકસ્માતના બનાવો બને છે. જો કે ગઇકાલે બે વાહનો વચ્ચે અકસ્માત બાદ એક ટ્રકમાંથી ચીકણી માટી રસ્તા પર ઢોડાઇ જતા આજે સવારથી અનેક વાહનોના અકસ્માત થયા હતા અને બાઇક સ્લીપ થઇ જતા અનેક લોકો રસ્તા પર પડી ગયા હતા. જો કે કાયમી સમસ્યા અને સરપંચને રજુઆત છંતા સમસ્યા ન ઉકેલાતા આજે ગામની જાગૃતિ મહિલાઓ અને અન્ય લોકો વિફર્યા હતા અને રસ્તો બંધ કરી દીધો હતો. જેને કારણે થોડા સમય માટે ટ્રાફીક જામ સર્જાયો હતો જોકે બાદમાં પંચાયત અને પોલિસે દરમ્યાનગીરી કરી મામલો થાડે પાડ્યો હતો. જો કે કાયમી મોટા અને ખનીજ લઇ જતા વાહનોથી આવી સમસ્યા સર્જાતી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો હતો.
વધુ અકસ્માત પછી રસ્તો બંધ કરાયો
ગઇકાલે સાંજે 7 વાગ્યે અકસ્માત સર્જાયા બાદ માટી પડી હતી અને ત્યાર બાદ વરસાદ પડતા ત્યાથી વાહનચાલકોને મુશ્કેલી થતી હતી. આ બાબતે ગામના જાગૃતિ મહિલા ભાવનાબેન એ સરપંચને આ અંગે સફાઇ તથા કાંકરી નાખવા માટે કહ્યુ હતુ પરંતુ આજ સવાર સુધી આ સમસ્યાનો ઉકેલ ન આવતા અનેક લોકોના વાહનો સ્લીપ થઇ પડ્યા હતા અને નાની મોટી ઇજાઓ પણ થઇ હતી. અકસ્માતની સંખ્યા વધ્યા બાદ વધુ અકસ્માત ન થાય તે માટે ગામના લોકોએ જ રસ્તા પર બેસી અને આડસ મુકી રસ્તો બંધ કર્યો હતો. આ અંગે ભાવનાબેન એ જણાવ્યુ હતુ કે અનેક વાહનચાલકો પડ્યા હતા વધુ અકસ્માત ન થાય તે માટે રસ્તો બંધ કર્યો હતો પરંતુ ત્યાર બાદ કાઇ થઇ ગયુ હતુ. જેથી રસ્તો ખુલ્લો કરાયો હતો. ગ્રામજનોની રજુઆત બાદ ગામના સરપંચ મદનગીરી શંકરગીરી ગોસ્વામીનો સંપર્ક કરતા તેઓએ ધટના બની હોવાની વાતને સમર્થન આપી આજે સવારે અકસ્માત સર્જાતા બે માણસો ત્યાથી અવરજવર કરવા લોકોને ચેતવવા માટે રાખ્યા હતા અને સફાઇ કરી કાંકરી નાંખી સમસ્યાનો ઉકેલ લાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ. જો કે આસપાસથી કંપનીમાંથી પસાર થતા વાહનોને કારણે ટ્રાફીકજામ અને આવા અકસ્માતની સમસ્યાનો આડકતરો સ્વીકાર તેમણે પણ કર્યો હતો

કેરાથી મુન્દ્રા જતા રસ્તામાં સાંકડા રસ્તા અને વાહનોની સતત અવરજવરને કારણે અનેકવાર વાહનો અટવાય છે અને આ સમસ્યા લાંબા સમયથી છે. જો કે આજે ગ્રામજનોએ કંટાળી રસ્તો બંધ કરતા સમસ્યાનો ઉકેલ આવ્યો હતો પરંતુ ગ્રામજનોની માંગ છે કે તેના કાયમી ઉકેલ માટે કોઇ આયોજન કરાય તે જરૂરી બન્યુ છે.