Home Social રૂદ્રમાતા પુલ અચાનક બંધ કરવાના નિર્ણયથી હજારો વાહનોના પૈડા થંભી ગયા! લાખોનુ...

રૂદ્રમાતા પુલ અચાનક બંધ કરવાના નિર્ણયથી હજારો વાહનોના પૈડા થંભી ગયા! લાખોનુ નુકશાન

1945
SHARE
ખાવડા-ભુજ માર્ગને જોડતો મહત્વનો રૂદ્રમાતા પરનો પુલ જર્જરીત બનતા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ગઇકાલે જાહેરનામુ બહાર પાડી ભારે વાહનો માટે પુલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે જ્યા સુધી પુલનુ રીપેરીંગ પુર્ણ ન થાય ત્યા સુધી ખાવડાથી આવતા વાહનો માટે વૈકલ્પીક રસ્તાઓ પરથી પસાર થવા માટે જણાવાયુ છે. જો કે ગઇકાલે તંત્રએ બહાર પાડેલા નોટીફીકેશન બાદ આજે ખાવડાથી ભુજ વચ્ચે હજારો વાહનોના પૈડા થંભી ગયા છે. એક તરફ કચ્છના ખાવડા નજીક આવેલા નમક ઉદ્યોગ અને બીજી તરફ સોલાર પ્રોજેક્ટને કારણે હજારો વાહનોની અવરજવર આ રસ્તા પર થાય છે ત્યારે તંત્રએ અચાનક જાહેરનામુ બહાર પાડી દેતા આજે ખાવડાથી-લોરીયા ચેકપોસ્ટ વચ્ચે હજારો વાહનોના પૈડા થંભી ગયા છે અને ટ્રકોની લાંબી લાઇન લાગી છે. તંત્રએ ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કર્યો છે પરંતુ ફેરો લાંબો થતા અને અચાનક નિર્ણયથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રક સંચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા છે.
લાંબો ફેરો પડતા લાખોનુ નુકશાન
તાજેતરમાંજ ભુજ-ખાવડ઼ા માર્ગને નવો બનાવવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસથી હાલ પુલ જર્જરીત બનવાનો અચાનક નિર્ણય આવતા સ્થાનીક લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે જો કે એ લાંબી તપાસનો વિષય છે. જો કે રસ્તાના નિર્માણ સમયેજ કેમ પુલની ગુણવત્તા ચકાસવામાં ન આવી તે એક પ્રશ્ર્ન છે. પરંતુ હાલ જ્યારે પુલ રીપેરીંગ કામ થાય છે ત્યારે અચાનક નિર્ણયથી ટ્રાન્સરપોર્ટ ઉદ્યોગને મોટુ નુકશાન જશે કેમકે નિયત કરેલા ભાડામા વધારો થશે નહી અને ખાવડાથી નખત્રાણા થઇ ફેરો કરવામાં 40થી90 કિ.મી જેટલુ વધારાનુ અંતર કાપવુ પડશે ત્યારે તાજેતરમાંજ નિમાયેલ પાવરપટ્ટી ટ્રાન્સપોર્સ એસોસીયેશનના સભ્યોએ તંત્રના અચાનક નિર્ણય સામે ઉદ્યોગને લાખો રૂપીયાના નુકશાનીના દાવા સાથે હાલ તંત્રના વલણ સામે નારાજગી દર્શાવી છે. એસોસીયેશના ઉપપ્રમુખ વિરમ આહિરે જણાવ્યુ છે કે ખાવડા નજીક પોલિસના વલણ તથા તંત્રએ અચાનક લીધેલા નિર્ણયથી હજારો ટ્રકો ઉભી રહી ગઇ છે. અને તેનો યોગ્ય રસ્તો તંત્રએ શોધવો જોઇએ
એક તરફ ઓવરલોડ વાહનોને કારણેજ પુલ જોખમી બન્યો હોવાની ફરીયાદો ઉઠી રહી છે બીજી તરફ તંત્રએ રીપેરીંગ માટે અચાનક કરેલા નિર્ણયથી હાલ ભુજ-ખાવડા માર્ગ પર ટ્રકોની લાંબી લાઇનો લાગી છે. ત્યારે તંત્ર યોગ્ય નિર્ણય અને માર્ગદર્શીકા જાહેર કરી તેની અમલવારી કરાવે તેવી માંગ છે જો કે હાલ પુલ રીપેરીંગના નિર્ણયથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ફટકો પડ્યાની લાગણી અનેક લોકોએ વ્યક્ત કરી છે. કેમકે હાલ નાગોર થઇ માધાપર વચ્ચે અનેક ગામો આવે છે ત્યા બીજી તરફ નિરોણાથી 80કિ.મીથી વધુનો ફેરો થાય છે.