Home Special અંતે વરસામેડીમાં માન્યતા વગર શાળા શરૂ કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહીના આદેશ

અંતે વરસામેડીમાં માન્યતા વગર શાળા શરૂ કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહીના આદેશ

551
SHARE
કચ્છમાં શિક્ષણતંત્ર કેટલુ ખાડે ગયુ છે. તેનો અંદાજ આ બે ધટનાઓ પરથી લગાવી શકાય છે. એક તરફ કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોનો અભાવ છે ત્યા બીજી તરફ ખાનગી શાળાઓ કોઇપણ મંજુરી વગર શરૂ થઇ જાય છે. થોડા સમય પહેલાજ વરસામેડી માંથી આવીજ શાળા ઝડપાઇ હતી. અને મીડિયાએ આ મામલાની ગંભીર નોંધ લીધા બાદ હવે શિક્ષણ વિભાગ પણ જાગ્યુ છે અને મંજુરી વગર શરૂ થયેલી શાળા સામે દંડ સાથે ફોજદારી કાર્યવાહી માટેના આદેશો શિક્ષણ અધિકારી દ્રારા અપાયા છે. જેમાં અગાઉ ઝડપાઇ ગયેલી જે.કે સ્કુલ સામે દંડની કાર્યવાહી બાદ ફરી શરૂ કરી દેવાતા ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્દેશ અપાયો છે. જ્યારે એજ વિસ્તારમાં શિક્ષણ વિભાગની તપાસ દરમ્યાન ઝડપાયેલી એન.કે.બી પબ્લીક સ્કુલને એક લાખનો દંડ ફટકારાયો છે. તંત્રએ અગાઉ જ્યારે મંજુરી વગર શાળા પકડી હતી ત્યારે જ કડક કાર્યવાહી કરી હોત તો શાળા સંચાલકો ફરી સ્કુલ શરૂ કરવાની હિંમત ન કરત અને એજ વિસ્તારમાં ફરી શાળા શરૂ ન થાત જો કે હવે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહીના નિર્દેશ આપતા તંત્રની બીક વગર શિક્ષણનો વેપલો કરતા આવા તત્વોમાં ફફટાડ ફેલાયો છે. અગાઉ કોઇપણ પ્રકારની મંજુરી વગર શાળા શરૂ કરી દેવાયાનુ ધ્યાને આવતા કચ્છનુ શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યુ હતુ અને દંડની કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો પરંતુ તે પછી પણ શાળા સંચાલકો સુધર્યા ન હતા અને ફરી શાળા શરૂ કરી દેવાઇ હતી આજે જીલ્લા શિક્ષણ અધિકારીએ અગાઉ પકડાયેલી અને 1 લાખનો દંડ ફટકારવા છંતા ફરી શાળા શરૂ કરનાર સામે ફોજદારી કાર્યવાહીની આદેશ કર્યા છે જ્યારે એન.કે.બી સ્કુલને દંડ ફટકાર્યા બાદ પણ શાળા શરૂ રખાશે તો દૈનીક 10,000 ના દંડ ની જોગવાઇ શિક્ષણ વિભાગે કરી છે.