Home Current ચેરમેન અને લોકોને ‘અંધારામા’ રાખી પાલિકા ભુજવાસીઓ પાસેથી 300 રૂપીયા લાઇટ વેરો...

ચેરમેન અને લોકોને ‘અંધારામા’ રાખી પાલિકા ભુજવાસીઓ પાસેથી 300 રૂપીયા લાઇટ વેરો વસુલશે

991
SHARE
તમારા વિસ્તારમાં પાલિકાએ અંધારા ઉલેચ્યા હોય કે ન હોય પરંતુ હવે તમારા બજેટમાંથી પાલિકા 300 રૂપીયા ઉલેચી જશે. ચાલુ વર્ષથી વિવિધ વેરા સાથે પાલિકાએ કરેલા નવા ઠરાવ મુજબ હવેથી ભુજ પાલિકા લોકો પાસેથી 300 રૂપીયા લાઇટ વેરાના રૂપમાં વસુલાત કરશે જેની અમલવારી નવા નાણાકીય વર્ષ સાથે કરી નાંખી છે. જો કે પાલિકાના નિર્ણય સામે વિપક્ષે તો વાંધા ઉઠાવ્યા છે. પરંતુ ચોક્કસ વિસ્તારોમાં હવે તેનો વિરોધ પણ શરૂ થયો છે. કેમકે રોજની અલગ-અલગ વિસ્તારોમાંથી 40 જેટલી ફરીયાદો લાઇટ બંધ હોવાની મળવા છતા પાલિકા વેરાનો બોજ ભુજવાસીઓ પર નાંખી રહ્યુ છે. જેને વિપક્ષ અને સ્થાનીક વિસ્તારના રહિસોએ પ્રજાના બજેટ પર બોજારૂપ નિર્ણય ગણાવ્યો છે. જો કે સુત્રોનુ માનીએ તો પાલિકાના આ નિર્ણયથી એક સમયે ખુદ આ વિભાગના ચેરમેન નારાજ થયા હતા અને તેમને વિરોધ પણ દર્શાવ્યો હતો પરંતુ અંતે તે ઠરાવના નિર્ણયની અમલવારી પાલિકાએ શરૂ કરી છે. જો કે આ અંગે ચેરમેન ભરત રાણાના સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે જે તે સમયે લોકોના અભિપ્રાય મેળવીને ઠરાવ કરવાનો સુઝાવ તેમણે આપ્યો હતો

અરીહંત નગરમાં વિરોધ ભુજમાં અન્ય જગ્યાએ પણ પણ ઉઠશે વિરોધના સુર

આજે પાલિકાના આ નિર્ણય સામે ભુજના કેટલાક ચોક્કસ વિસ્તારોની મુલાકાત લેવાઇ ત્યારે અરિહંત નગરના રહિસોએ પાલિકાના આ નિર્ણયના વિરોધ સાથે અન્ય શહેરીજનોને પણ અપિલ કરી હતી અને સુનીયોજીત રીતે ભુજમાં જ્યારે લાઇટ શરૂ થાય ત્યારે વેરો ભરવા અનુરોધ કર્યો હતો. જેમા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. તો લોકોએ એવી પણ ફરીયાદ કરી હતી કે ભુજ કરતા પણ વધુ સુવિદ્યા આપતી કચ્છની અન્ય પાલિકામાં પણ આટલો વેરો નથી. તો ભુજમાં શા માટે? અમે તો વેરો નહી ભરીયે,   ભુજના 30ટકા વિસ્તારોમાં લાઇટો બંધ હોવા છંતા પાલિકા શા માટે વેરાનો બોજ પ્રજા પર લાદી રહી છે.

લાખો રૂપીયાના પ્રજાના પૈસે ખરીદેલી લાઇટો ધુળ ખાય છે. અને શહેરમાં લાગશે એલ.ઇ.ડી લાઇટો

હજુ બે વર્ષ પહેલાજ પાલિકા દ્વારા 5000 જેટલી નવી લાઇટો લગાવાઇ હતી. પરંતુ હજુ બે વર્ષ નથી થયા ત્યા સરકારની યોજના સાથે ભુજમાં પણ એલ.ઇ.ડી લાઇટો લગાડાશે જે અતર્ગત મોટાભાગના વિસ્તારોમાં એલ.ઇ.ડી લાઇટો લગાડાઇ છે. અને હજુ પણ લગાડશે પરંતુ જે લાઇટો બે વર્ષ પહેલા ખરીદાઇ હતી તે હાલ ધુળ ખાઇ રહી છે. આ અંગે અશોક હાથીનો સંપર્ક કરતા તેમણે પણ સ્વીકાર્યુ હતુ કે હાલ જુની લાઇટો ઉપયોગ વગર પડી છે નવી એલ.ઇ.ડી લાઇટો સાથે પાલિકા ચાલુ વર્ષથી વેરો વસુલશે