Home Current વ્હાઇટહાઉસ સ્કૂલ ની દાદાગીરી સામે શિક્ષણ કચેરીનો ધડાકો – જાણો સનસનીખેજ માહિતી

વ્હાઇટહાઉસ સ્કૂલ ની દાદાગીરી સામે શિક્ષણ કચેરીનો ધડાકો – જાણો સનસનીખેજ માહિતી

2054
SHARE
ભુજની વ્હાઇટહાઉસ સ્કુલમાં ફી વધારા મુદ્દે વાલીઓએ કરેલા હોબાળાને પગલે સમગ્ર મામલો શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યો હતો. ત્યાર બાદ  પ્રાથમીક અને માધ્યમીક શિક્ષણ વિભાગની બે ટીમ વ્હાઇટ હાઉસ સ્કુલમાં તપાસ માટે પહોચી ગઇ હતી. જેમા સ્કુલે કરેલા ફી વધારાની સાથે ઘોરણ-07માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવા બાબતે થયેલી ફરીયાદની પણ તપાસ કરી હતી. જેમાં બન્ને ધટનાની પ્રાથમીક તપાસ પછી વ્હાઇ્ટહાઉસ સ્કુલના વલણ અંગે ચોંકાવનારો ધડાકો કર્યો છે. વ્હાઇટહાઉસ સ્કુલના બીન શૈક્ષણીક અભીગમ અંગે શિક્ષણ વિભાગે ખાસ રીપોર્ટ તૈયાર કર્યો છે અને આગામી દિવસોમા આ અંગે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.તો, તોતિંગ ફી વધારા મુદ્દે ફી નિયમન સમીતીને સંપુર્ણ અહેવાલ તૈયાર કરી મોકલાશે.પરંતુ ચોંકાવનારી વાત એ છે કે,પ્રાથમીક તપાસમાં ફી વધારો નિયમ મુજબ ન હોય તેવુ શિક્ષણ વિભાગ ને જણાઇ આવ્યુ હતુ. જિલ્લા માધ્યમીક શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા કરાયેલ વ્હાઇટહઉસ સ્કૂલ ની તપાસમાં  ચોંકાવનારા ધડાકા થયા છે.

શુ હતો સમગ્ર મામલો અને શુ થશે કાર્યવાહી ?

સોમવારે વ્હાઇટ હાઉસ પબ્લીક સ્કુલ દ્વારા 30ટકા જેટલો તોતિંગ ફી વધારો કરાતા વધેલી ફીના વિરોધમાં વાલીઓ શાળાએ પહોચ્યા હતા અને શાળા સંચાલકોને વધારો પાછો ખેંચવા રજુઆત કરી હતી, સાથે આ મામલો જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોચ્યો હતો. જેમાં ફી વધારો પાંછો ખેંચવા અને સાથે ધોરણ 07માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માર મારવા બાબતે પણ ફરીયાદ થઇ હતી. જેમાં આજે સી.સી.ટી.વી કમેરામા તપાસ કરતા પ્રાથમીક રીતે માર મારનાર શિક્ષક દોષીત માલુમ પડ્યો હતો. વિદ્યાર્થીને ધોકાવનાર શિક્ષક સામે શિક્ષણવિભાગ  દ્વારા કાર્યવાહી થશે.તો ફી નિયમીન મામલે પણ એક રીપોર્ટ તૈયાર કરી ફી નિયમન સમીતીને મોકલાશે. જો કે, પ્રાથમીક તપાસ માં ફી વધારાનુ આંકલન કરતા ફી વધારો માલુમ પડ્યો છે. જે બાબતે આદેશો બાદ કાર્યવાહી અને પગલા લેવાશે. આમ, ફી વધારા અને વિદ્યાર્થીને માર મારવાની બંને ઘટનામાં વ્હાઇટહાઉસ સ્કૂલ પ્રાથમિક તપાસ માં દોષિત જણાઈ છે.

વાલીઓની શાંતીપુર્ણ પરંતુ સચોટ રજુઆતે અસર કરી

ફી વધારો હોય કે વિદ્યાર્થી સાથે ગેરવ્યવહાર વ્હાઇટ હાઉસ પબ્લીક સ્કુલ હમેંશા વિવાદોમાં રહી છે. અને વાલીઓને તેની સામે લડત કરવી પડી છે. પરંતુ આ વખતે ચોક્કસ માહિતી અને દલીલો સાથે વાલીઓએ કરેલી રજુઆતની અસર બે દિવસમાંજ દેખાઇ હતી. અને શિક્ષણ વિભાગે તાત્કાલીક અસરથી તપાસની સાથે કાર્યવાહી માટેનો અહેવાલ પણ તૈયાર કરી નાંખ્યો છે. જે આગામી દિવસોમાં કાર્યવાહી રૂપે બહાર આવશે આજે પ્રાથમીક શિક્ષણ અધિકારી અને માધ્યમીક શિક્ષણ અધિકારીની બે ટીમે આ મામલે તપાસ કરી અહેવાલ તૈયાર કર્યો હતો.