કચ્છ જિલ્લામાં વર્ષ ૧૯૬૧થી હાલ સુધીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ અન્ય લાભાર્થી મળી કુલ ૨૪૩૪૦ લાભાર્થીઓને સાંથણીમાં હેકટર ૧૧૧૪૬૩.૮૭.૯૪ આરે જમીનની ફાળવણી કરવામાં આવી છે. તથા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો ૧૯૬૦ હેઠળ ફાજલ જાહેર થયેલ જમીન પ્રાંત અધિકારી તરફથી સાંથણીમાં ફાળવવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુ સુચિત જન જાતિ તેમજ અન્ય લાભાર્થી મળી કુલ ૯૯૫ લાભાર્થીઓને હેકટર ૫૯૦૦.૧૫.૩૯ આરે જમીનની ફાળવણી કરવામાં આવી છે.
ઉપરોકત હેતુસરની ફાળવણી કરેલ જમીન જે તે વખતે મંજુર થયેલ લાભાર્થીઓએ નિયમોનુસાર કબ્જો મેળવેલ નથી, હાલમાં સરકારશ્રીના તા.૧૯/૨/૨૦૧૮ વાળા પરિપત્રથી જે તે વખતે ઉપરોકત જોગવાઇ તળે જમીન સાંથણીમાં મંજુર થયેલ હોય અને તે અરજદારો કે વારસો પાસે સક્ષમ અધિકારીનો જમીન ફાળવણીનો હુકમ હોય તો તેને રેવન્યુ રેકર્ડથી ચકાસણી અને અત્રેને મળેલ અરજીઓ પરત્વે માંડવી તાલુકામાં પ્યાકા ગામે જે તે વખતે કબ્જા સુપ્રત કરવાના બાકી રહી ગયેલ લાભાર્થીઓને રેવન્યુ રેકર્ડથી ખરાઇ કરી અને માપણી કરાવી કુલ ૩૪ લાભાર્થીઓને કબ્જો સુપ્રત કરવામાં આવેલ છે, તેમજ હમલા અને મંજલ ગામે જે લાભાર્થીઓની રજુઆત આવી છે, જયાં હાલે માપણીની કામગીરી ચાલુમાં છે, માપણી પૂર્ણ થયેથી કબ્જા સુપ્રત કરવામાં આવનાર છે અને તબકકાવાર બાકી ગામોમાં કબ્જા સોંપવા અંગે કાર્યવાહી કરવાની ચાલુમાં છે.
કચ્છ જિલ્લામાં ખેત જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ તળે ફાજલ થયેલ જમીનની ફાળવણી પૈકી ભચાઉ અને રાપર તાલુકામાં કુલ ૯૨ લાભાર્થીઓને હેકઠર ૧૮૭૯.૧૨.૦૯ આરે જમીનનો કબ્જો સુપ્રત કરવાનો બાકી છે.
રાપર તાલુકામાં મોટે ભાગે ફાજલ થયેલ જમીન પૈકી ૩૫ (પાંત્રીસ) ગામોની જમીનમાં કબ્જા સુપ્રત કરવાના બાકી છે, તેનો રેકર્ડ આધારે સર્વે કરી સ્થાનિકે મુલાકાત લઇ અને મંડળીના સભાસદો પાસેથી ફાળવણીના હુકમો ચકાસી અને કબ્જો સુપ્રત કરવા બાબતની કાર્યવાહી શરૂ કરાઇ છે. જે અંગે તા.૧૨/૪/૨૦૧૮ના મોજે કલ્યાણપર, ફતેહગઢ અને મોડા ગામોમાં ફાળવેલ જમીનના કબ્જા સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે તેવું જિલ્લા કલેકટર રેમ્યા મોહન, કચ્છ-ભુજની યાદીમાં જણાવાયું છે.