Home Current અસામાજીક તત્વોના ત્રાસથી આપઘાત કરનાર નિલપરની રેખાબા નુ મોત : સમાજ...

અસામાજીક તત્વોના ત્રાસથી આપઘાત કરનાર નિલપરની રેખાબા નુ મોત : સમાજ અને પરિવારમાં રોષ ન્યાય નહી મળે ત્યા સુધી નહી સ્વીકારે લાશ

1864
SHARE
રાપર તાલુકાના નિલપર ગામે 7 જેટલા ગામનાજ કોળી શખ્સો દ્વારા અપાતા ત્રાસથી આપઘાત કરનાર રેખાબા નાનુભા જાડેજાનુ આજે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમીયાન મોત થયુ છે. આપઘાત કરી સારવાર માટે આવેલી રેખાબાનુ મરણોતર નિવેદન લેવાયુ ત્યારે તેને ગામના 7 અસામજીક તત્વો દ્વારા હેરાન કરાતા હોવાની ફરીયાદ કરી હતી. તો પરિવારે પણ પોલિસમા આ મામલે ફરીયાદ માટે પ્રયત્ન કર્યા હતા. પંરતુ પોલિસે ફરીયાદ લેવાનુ ટાળ્યુ હતુ. ત્યારે આજે યુવતીના મોત બાદ પરિવાર અને સમાજમાં રોષની લાગણી છે. અને પરિવારે જ્યા સુધી 7 શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી ન થાય અને અસામાજીક તત્વોને છાવરનાર પોલિસ કર્મચારીઓ સામે કાર્યવાહી ન થાય ત્યા સુધી રેખાબા જાડેજાની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

યુવતીના મોત બાદ ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા સાંતવના આપવા 

આજે સવારે 11-30 વાગ્યે રેખાબાએ દમ તોડ્યો હતો તે સાથેજ ક્ષત્રિય આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘટનાને દુખદ ગણાવી હતી અને સાથે સમાજે પણ લાગણી વ્યક્ત કરી જ્યા સુધી ગામના સાત કોળી શખ્સો કે જેના નામ યુવતીએ તેમના નિવેદનામાં આપ્યા છે. તેની સામે કાર્યવાહી નહી થાય ત્યા સુધી લાશ નહી સ્વીકારવાના પરિવારના નિર્ણયને તેઓએ ટેકો આપ્યો હતો તો સાથે પોલિસની કાર્યવાહી સામે પણ પ્રશ્ર્નો ઉઠાવી અસામાજીક તત્વોને મદદ કરનાર પોલિસ સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. આજે અજેયપાલસિંહ જાડેજા.અરવિંદસિંહ રાણુભા જાડેજા મમુભા બચુભા જાડેજા અજીતસિંહ ગૈમરસિંહ વિરભદ્ર્સિંહ જાડેજા મેરૂભા માનસંગજી જાડેજા પ્રદિપસિંહ વાઘેલા મહેન્દ્રસિહ દાનુભા વાઘેલા સહિતના ક્ષત્રિય અને કર્ણીસેનાના આગેવાનો પહોંચી આવ્યા હતા.

શુ હતો સમગ્ર મામલો? મોત બાદ હવે કલેકટર કચેરીએ પહોચી રજુઆત 

આજથી એક સપ્તાહ 7 એપ્રિલના રોજ રાપરના નિલપર ગામે રેખાબાએ સળગીને આપઘાત કર્યો હતો અને તેના નિવેદન બાદ સ્પષ્ટ થયુ હતુ કે ગામના કેટલાક માથાભારે શખ્સો કે જેના નામ યુવતીએ નિવેદન દરમીયાન આપ્યા હતા તેઓ તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે. જો કે ઘટનાના આટલા દિવસો બાદ પણ કોઇ કાર્યવાહી ન થઇ અને ન પોલિસે કે ન તંત્રએ આ મામલે કોઇ ફરીયાદ કરી તપાસ કરી જો કે સોસીયલ મિડીયીમાં હથીયારો સાથે આરોપીના ફોટા ફરતા થયા હતા.જો  હવે આજે યુવતીના મોત સાથે ક્ષત્રિય સમાજ અને તેનો પરિવાર વિરોધમાં ઉતર્યો છે. અને જ્યા સુધી તેમની પુત્રીને મરવા માટે મજબુર કરનાર વ્યક્તિઓની ધરપકડ નહી થાય ત્યા સુધી લાશ નહી સ્વીકારે તો ક્ષત્રિય સમાજના આગેવાનો આ મામલાને લઇને જીલ્લા કલેકટર કચેરીએ પણ રજુઆત અને ન્યાય માટે દોડી ગયા હતા