Home Current કાયમી ડોક્ટરની માંગ સાથે આજથી શાસક કોગ્રેસના દયાપરમાં ધરણા

કાયમી ડોક્ટરની માંગ સાથે આજથી શાસક કોગ્રેસના દયાપરમાં ધરણા

991
SHARE
કચ્છની કથડતી આરોગ્ય સુવિદ્યા,અપુરતો સ્ટાફ અને ડોક્ટરોની અછત એ કોઇ નવી વાત નથી. વિપક્ષથી લઇ શાસક પક્ષે આ મુદ્દે અનેક ફરીયાદો કરી છે. પરંતુ પરિણામ આવ્યુ નથી. પરંતુ જ્યા લખપતનુ મુખ્ય મથક આવેલુ છે એવા દયાપર મધ્યે  છેલ્લા દોઢ વર્ષથી કાયમી નિયમીત મુખ્ય ડોક્ટરની ગેરહાજરી છે અને તે મુદ્દે અનેક રજુઆતો પછી પણ કોઇ ઉકેલ ન આવતા આજથી કોગ્રેસ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન જોષી સહિત અન્ય ચુંટાયેલા પ્રતિનીધીઓ સરકારી હોસ્પિટલના પ્રાગણમાંજ અચોક્કસ મુદ્દત સુધી અનસન પર ઉતર્યા છે.
જ્યા સુધી તેમની માંગ નહી સંતોષાય ત્યા સુધી પ્રતિદીન તેઓ 11થી6 વાગ્યા સુધી અનશન પર બેસસે આ અંગે સંબધીત તમામ વિભાગોને તેઓએ જાણ કરી છે. અને માંગ પણ કરી છે કે નિયમીત ડોક્ટર દોઢ વર્ષથી નથી તેની જગ્યા ઝડપી ભરાય. કોગ્રેસના આ અનશનમાં દયાપરના નાગરીકો પણ જોડાયા છે. આજથી શરૂ થયેલ આ અનશન જ્યા સુધી નિયમીત ડોક્ટરની માંગણી નહી પુર્ણ થાય ત્યા સુધી ચાલુ રહેશે તેમ પ્રમુખ નિતાબેને જણાવ્યુ હતુ. તો ધારાસભ્યએ પણ આ લડતને ટેકો જાહેર કર્યો છે. અને તેઓ પણઅનશન કાર્યક્રમમાં હાજરી આપી લડતને ટેકો આપશે