ભુજ તાલુકાના ધોરાવર ગામે શૌચાલય મુદ્દે એક તલાટીને માર પડ્યો છે. આમતો મામલામાં માર મારનાર શખ્સને કઇ લેવા દેવા નથી. પરંતુ કોઇકની ભલામણ માટે આવેલા ગફુર ઇબ્રાહીમ નામના શખ્સે ઉશ્કેરાઇ જઇ ધોરાવર ગામનાજ તલાટી જયેશ.વી.નાયકને ચપ્પલ વડે મારમારી તેને ગાળો આપી હતી જો કે અંતે મામલો પોલિસ મથકે પહોંચ્યો છે. અને જયેશ.વી.નાયકે ગફુર ઇબ્રાહીમ નામના શખ્સ વિરૂધ્ધ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે અરજી સ્વરૂપે ફરીયાદ કરી છે. સમગ્ર મામલો કઇક એવો છે. કે ધોરાવર ગામના એક વ્યક્તિને શૌચાલયનું ચુકવણુ ઝડપી કરાવી આપવા માટે ગફુર ઇબ્રાહીમ જયેશ નાયક પાસે ગયો હતો. પરંતુ જયેશે નિયમ મુજબ ચુકવણુ થશે તેવુ જણાવ્યુ હતુ જેમાં ઉશ્કેરાઇ જઇ ગફુરે તેને ભુંડી ગાડો આપી હતી. અને ચપ્પલ વડે માર માર્યો હતો આજે જીલ્લા પંચાયતના સંલગ્ન વિભાગો સાથે આ મામલે ચર્ચા કર્યા બાદ તલાટીએ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે અરજી કરી છે. જેમાં પ્રાથમીક તપાસ બાદ ફરીયાદ નોંધાશે અને એ ડીવીઝન પોલિસ તપાસ કરશે જો કે માર મારવાની ઘટનાને જીલ્લા વિકાસ અધિકારીએ પણ ગંભીર ગણાવી છે. અને તેમનેજ આ મામલે કાનુની કાર્યવાહી માટે જણાવતા મામલો પોલિસ મથકે પહોચ્યો છે.