મનુષ્યનો સાચો મિત્ર કોણ? પુસ્તક પહેલા કદાચ આ યુક્તી સાચી હશે પરંતુ બદલાતા સમયમાં તેનુ સ્થાન મોબાઇલ અને ટેકનોલોજીએ લઇ લીધુ છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આજે પણ ટેકનોલોજીના સમયમાં લોકોની વાંચન ભુખ વધી છે. અને તેને પુરવાર કરે છે. કચ્છના લોકોમાં વાંચન ભુખ વધારતી સંસ્થા સહજાનંદ રૂલર ડેવલોપમેન્ટ સંસ્થાના આંકડા… આમતો કચ્છમાં આજે ઠેરઠેર પુસ્તક દિનની ઉજવણી થઇ પરંતુ તે ઉજવણી પહેલા કચ્છમાં લોકોનો પુસ્તકો પ્રત્યે કેટલો પ્રેમ વધ્યો છે. તેના પર એક નઝર કરી લઇએ.
7 પુસ્તકોથી શરૂ થયેલી સફર 28 લાખે પહોંચી
આમતો રાજાશાહી સમયથી કચ્છમાં વિવિધ લાઇબ્રેરી અને લોકોની વાંચન ભુખ સંતોષતા અનેક સ્થળો નિર્માણ પામ્યા પરંતુ કચ્છની સહજાનંદ રૂરલ ડેવલોમેન્ટે 7 પુસ્તકો સાથે શરૂ કરેલી સફર લાખો પુસ્તકો સુધી પહોંચી ગઇ 2000ની સાલમાં આ સંસ્થાએ 7 પુસ્તકો સાથે ઓછા ખર્ચે પુસ્તકો લોકો સુધી પહોંચાડવાનુ શરૂ કર્યુ હતુ અને આજે 18 વર્ષ બાદ તે આંકડો 28લાખ.23હજાર,840 એ પહોંચી ગયો છે. સંસ્થાએ અત્યાર સુધી 26.65 કરોડ રૂપીયાના પુસ્તકોનુ વહેંચાણ 54ટકા ડિસ્કાઉન્ટ સાથે કર્યુ છે. અને સંસ્થાએ 14 કરોડ રૂપીયા સુધીનુ ડિસ્કાઉન્ટ પુ્સ્તક પ્રેમ વધારવા માટે આપ્યુ છે. સંસ્થા દ્વારા 384 પુસ્તક મેળાનુ આયોજન કરાયુ છે. જેથી લોકોમાં વાંચન ભૂખ અને પુસ્તક પ્રેમ વધે એવું સંસ્થાના મુખ્ય કર્તાહર્તા વિનોદ દયારામ કેવરીયાએ જણાવ્યુ હતુ. જો કે આ માત્ર એક સંસ્થાની વાત છે. પરંતુ આવી અનેક સંસ્થા અને પ્રાઇવેટ બુક સ્ટોલમાં વહેંચાયેલા પુસ્તકોનો આંક કરોડોને આંબી જાય તેમ છે.
સહયોગ હોલમાં પુસ્તક મેળો
વિજયરાજજી લાઇબ્રેરીથી કચ્છમાં પુસ્તકોની વાંચન સફર શરૂ થઇ હતી ત્યાર બાદ અનેક પુસ્તકાલય અને સંસ્થાએ કચ્છમાં કામ કર્યુ ત્યારે આજે વિશ્વ પુસ્તક દિને લોકોમાં પુસ્તકને મિત્ર બનાવવાની જાગૃતિ માટે સહયોગ હોલમાં એક પુસ્તક મેળાનુ આયોજન વિવેકાનંદ રિસર્ચ ટેઇનીંગ ઇન્સ્ટિટ્યુટ માંડવી દ્વારા કરાયુ હતુ. જેમા કચ્છના પ્રબુધ્ધ નાગરીકો ધનજીભાઇ ભાનુશાળી (કડક બંગાળી), ગૌતમ જોષી,દર્શનાબેન ધોળકિયા,કાન્તીભાઇ ગોર, રસનિધિ અંતાણી, ગોરધનભાઈ કવિ સહિતના લેખકો, અગ્રણીઓ અને પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા
સાંસદ પણ પુસ્તક દિવસની ઉજવણીમાં જોડાયા
મહારાવશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય મધ્યે કચ્છ અને મોરબી નાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ પુસ્તાકાલય અને વાચનાલય ની મુલાકાત લઈને આજ રોજ વિશ્વ પુસ્તક દિન નિમિતે વાચકો અને પુસ્તક પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી તેમજ આ પુસ્તાકાલય છેલ્લા ૧૫૦ વર્ષ થી વધારે સમય કાર્યરત હોઈ હાલે સાર્ધ શતાબ્દી ઉજવી રહ્યું છે ત્યારે આ પુસ્તાકાલય નો વ્યાપ વિસ્તરે અને વાચનાલય માં વાચકો તેમજ પુસ્તક પ્રેમીઓ વધારે ને વધારે લાભ લે તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વાચનાલયના ગ્રંથપાલ રંજનબેન માંકડ નું સન્માન વિનોદભાઈ ચાવડા સહિતના અગ્રણીઓએ કર્યું હતું આ પ્રસંગે પુસ્તકાલય અને વચનાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, દિલીપભાઈ દેશમુખ લાયબ્રેરી નાં કારોબારી સભ્યો તેમજ વાચકો અને પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા