Home Current આજથી કચ્છમા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ : પોલિસ અને લોકોએ લીધા ‘સપથ’

આજથી કચ્છમા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ : પોલિસ અને લોકોએ લીધા ‘સપથ’

1105
SHARE
વધતા વાહન અકસ્માતો અને ટ્રાફીકના સમજના અભાવે સર્જાતી દુર્ધટના અને સમસ્યાઓના ઉકેલ માટે લોકો જાગૃત બને તે માટે અવારનવાર પોલિસ વિભાગ દ્વારા માર્ગ સલામતીના વિવિધ કાર્યક્રમો આયોજીત થતા હોય છે. ત્યારે આજે પશ્ર્ચિમ કચ્છના વિવિધ પોલિસ મથકોએ માર્ગ સલામતી સપ્તાહનુ આયોજન કરાયુ હતુ. પોલિસ વિભાગ દ્વારા આ 29મો માર્ગ સલામતી સપ્તાહ આયોજીત કરાયો હતો. કચ્છમાં ઓદ્યોગીક વિકાસ અને વાહનોની વધેલી સંખ્યાની સાથે અકસ્માતોની સંખ્યા વધી છે. ત્યારે વાહનચાલકોએ પોતાની સુરક્ષા માટે કયા નિયમોનુ પાલન કરવુ જોઇએ તેની સમજ આજે માર્ગ સલામતી સપ્તાહના પ્રારંભે અપાઇ હતી. જેમાં નિરોણા ભુજ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલિસ મથકની હદ્દમા આવતા ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ભુજમાં માધાપર અને મીરઝાપર એમ બે ગામોમાં આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પશ્ર્ચિમ કચ્છ પોલિસવડા એમ.એસ.ભરાડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક વિભાગ દ્વારા 23 એપ્રીલથી 30 એપ્રીલ સુધી આ માર્ગ સલામતી સપ્તાહ અતર્ગત વિવિધ વિસ્તારોમાં વાહન નિયમન અને રોડ સેફટી અંગે જાગૃતિ અભીયાન ચલાવાશે

અને પોલિસ અને લોકોએ સપથ લીધા

પોલિસ,ટ્રાફીક અને આર.ટી.ઓ સહિતના તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો યોજાતા હોવા છંતા છાસવારે ગમખ્વાર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે આયોજીત કાર્યક્રમમાં પોલિસના જવાનો અને ઉપસ્થિત લોકોએ રોડ સેફટી અને નિયમના પાલન માટે આ સપથ ગ્રહણ કર્યા હતા.
હુ સલામત ગતિથી વાહન ચલાવીશ 
હુ હમેંશા મારુ હેલ્મેટ અને સીલ્ટબેલ્ટ ધારણ કરીશ.
હુ સાઇકલ ચલાવનાર તેમજ પગે ચાલનારાઓનો આદર કરીશ 
હુ વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કે મેસેજ નહી કરૂ
હુ લાઈનમાં વાહન ચલાવવાનુ શિસ્ત રીતે પાલન કરીશ 
હુ રસ્તાની વિરૂધ દિશામાં ક્યારે પણ વાહન નહી ચલાવુ 
હુ વાહન ચલાવતી વખતે જવાબદાર અને શાંત રહીશ 
હુ મારા વાહનની સ્થિતી ખુબ સારી રાખીશ 
હુ માદક પીણું પીને ક્યારેય વાહન નહી ચલાવુ 
હુ વાહન નિયમોનુ ચુસ્ત પાલન કરી સલામત વાહન ચલાવવાની પ્રતિજ્ઞા લઉ છુ
જો કે આ પહેલા પણ આવા કાર્યક્રમો અનેક આયોજીત થયા છે. પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. તે વાસ્તવિક્તા છે. જો કે એવુ નથી. કે પોલિસની નિષ્ક્રીયતા તેના માટે જવાબદાર છે. પરંતુ લોકોની અણસમજ અને બે જવાબદારી પણ આવા કાર્યક્રમોને નિષ્ફળ બનાવે છે. ત્યારે આશા રાખીએ કે પોલિસ અને લોકોએ લીધેલી આ પ્રતિજ્ઞા પછી તેનુ ચુસ્ત પાલન થાય અને કરાવાય તોજ કોઇ નિર્દોષ વ્યક્તિનો જીવ માર્ગ દુર્ધટના બચી શકશે અને કાર્યક્રમનો ઉદ્દેશ પુર્ણ થશે