Home Current શિક્ષણ કાયદાના અસરકારક અમલની માંગ સાથે કોંગ્રેસ ઉતરી રસ્તા પર

શિક્ષણ કાયદાના અસરકારક અમલની માંગ સાથે કોંગ્રેસ ઉતરી રસ્તા પર

640
SHARE
શિક્ષણના અધિકાર કાયદાના અસરકારક અમલ માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી હતી ખાનગી શાળાઓમાં વસુલાતા ફી વધારા રોકવા સહિતના મુદ્દે કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દેખાવો કરી આવેદન પત્ર આપ્યું હતું
જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી,ગનીભાઇ કુંભાર,મુસ્તાક હિંગોરજા સહિતના અગ્રણીઓએ છેલ્લા 22 વર્ષ દરમ્યાન ભાજપના શાસનમાં શિક્ષણની અધોગતિ થઈ હોવાનું જણાવીને વિકાસના દવા કરતીભાજપ સરકાર પર પ્રહારો કરીને વર્તમાન સમયમાં ફી વધારા સાથે લૂંટ કરતી શાળાઓ પર લગામ કસવાની માંગ કરી હતી સાથે સાથે ફી નિયમન ધારાનો ભંગ કરતી શાળાઓ સામે કડક કાર્યવાહીની માંગ દોહરાવી હતી, યુપીએ શાસન દરમ્યાન અમલી બનાવાયેલા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ નો ઉલ્લેખ કરીને આ કાયદાને ચુસ્તપણે અમલ કરાવીને કચ્છમાં શિક્ષણ સબંધિત સમસ્યાઓ જેવી કે શિક્ષકોની ઘટ, ફિક્સ પગારમાં કામ કરતા શિક્ષકોની માંગ સહિતના મુદ્દાઓ આગળ ધરીને શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરવા રજુઆત કરી હતી.