Home Current સુખપરના ખીમજીભાઈની અંતિમવીધીના એક સપ્તાહ બાદ પરિવારને ખબર પડી કે તેમનો મૃતદેહ...

સુખપરના ખીમજીભાઈની અંતિમવીધીના એક સપ્તાહ બાદ પરિવારને ખબર પડી કે તેમનો મૃતદેહ તો હજુ પણ મસ્કત જ છે.

10534
SHARE
બાળકો બદલાઇ જવા મૃતદેહ પણ બદલાઇ જવા આવા કિસ્સા તો અનેકવાર સામે આવી ચુક્યા છે. પરંતુ અંતિમવીધી થઇ જાય અને તેના એક સપ્તાહ બાદ સામે આવે કે જે મૃતદેહની અંતિમવીધી કરાઇ તે અમારા સ્વજનની નહી પરંતુ અન્ય કોઇ હતા. તો કેવો આઘાત લાગે?  પરંતુ આવો સત્ય કિસ્સો સામે આવ્યો છે. ભુજ તાલુકાના સુખપર ગામે કે જ્યા મસ્કતની સલાલા હોસ્પિટલની બેદરકારીથી પરિવારે તેમના સ્વજનના બદલે અન્ય કોઇને અગ્નીદાહ આપી દિધો પરંતુ હવે સત્ય સામે આવતા વિચિત્ર કહી શકાય તેવી પરિસ્થીતીમાંથી પસાઇ થઇ રહ્યો છે આ પરિવાર  તો બીજી તરફ રાજસ્થાનના બડવાસીના બાબુલાલનો પરિવાર વ્યથીત છે. કેમકે તેમને પોતાના સ્વજનના અંતિમ દર્શન તો નશીબ ન થયા પરંતુ તેમની અંતિમક્રિયા કરવાનુ પણ નશીબ ન થયુ હાલ સમગ્ર સુખપરમાં આ કિસ્સાની ચર્ચા છે. પરિવાર અને ગ્રામજનો સ્તબ્ધ છે.
છેલ્લા ઘણા વર્ષોથી નોકરી અર્થે વિદેશ ગયેલા સુખપરના ખીમજીભાઇનુ 13 તારીખે કુદરતી મોત થયુ પરિવારને જાણ કરાઇ અને તમામ પ્રક્રિયા પુર્ણ કરી ત્યાથી તેમનો મૃતદેહ એરકાર્ગો મારફતે મસ્કતથી કચ્છ આવ્યો 18 તારીખે શબ આવ્યા બાદ તમામ ધાર્મીક વિધી સાથે તેમની અંતિમવીધી પણ કરાઇ પરંતુ હવે ઘટનામાં નવો વંણાક ત્યારે આવ્યો જ્યારે રાજસ્થાનના બડવાસી ના બાબુભાઇનો મસ્ક્તની એજ હોસ્પિટલમાં પડેલો મૃતદેહ લેવા તેમના પરિજનો પહોચ્યા મૃતદેહ જોતાજ પરિવાજનોએ આ બાબુભાઇનો મૃતદેહ ન હોવાનુ ઓળખી બતાવ્યુ અને તપાસ કરતા સામે આવ્યુ કે આ મૃતદેહ 13 તારીખે મૃત્યુ પામેલા ખીમજીભાઇનો છે.

પરિવાર પણ ન ઓળખી શક્યુ પરંતુ હવે અંતીમ દર્શનની આશ 

13 તારીખે હોસ્પિટલની જરૂરી પ્રક્રિયા બાદ ખીમજીભાઇ સાથેજ કામ કરતા તેમના એક સ્વજને તેમની જરૂરી પ્રક્રિયા મસ્કતમાં પૂર્ણ કરી તેમની બોડી ભારત મોકલી ભારત જે કોફીન આવ્યુ તેના પર પણ ખીમજીભાઇનુ નામ લખેલુ હતુ અને પરિવાજનો લાશ જુની થઇ હોવાથી અને દુખમાં હોવાથી ઓળખી ન શક્યા પરંતુ હવે જ્યારે આ ચોંકાવનારુ સત્ય સામે આવ્યુ છે. ત્યારે પરિવાર પર ફરી વ્રજધાત પડ્યો છે. જો કે ખીમજીભાઇના ભાઇ નાનજીભાઇની ઇચ્છા છે કે તેઓ ખીમજીભાઇના અંતિમ દર્શન કરી શકે

સમાજ અને ગામના અગ્રણીઓની આ છે માંગ 

સુખપર ગામે બનેલા આ કિસ્સાની ચર્ચા આમતો કચ્છથી લઇ વિદેશ વસ્તા ચોવીસીના લોકોમાં છેલ્લા બે દિવસથી ચાલી રહી છે. પરંતુ હવે સંપુર્ણ સત્ય સામે આવી ગયુ છે. અને હોસ્પિટલમાંજ ક્યાંક ગરબડ થઇ હોવાનુ માનવા સાથે આગેવાનો આ ઘટનામાં દોષીત સામે પગલા લેવા સાથે ભારતીય દુત્તાવાસ આ મામલે યોગ્ય તપાસ સાથે બન્ને પરિવારને ન્યાય અપાવવા સાથે સ્વજન ખીમજીભાઈ નો મૃતદેહ તેમના પરિવારને સુપ્રત કરે તેવી માંગ રામજીભાઇ વેલાણીએ કરી છે.
ભાગ્યેજ સાંભળવા મળતા આવા કિસ્સાનુ સાક્ષી બન્યુ સુખપર ગામ સ્વજનો દુખમાં ઓળખી ન શક્યા અને જેમની જવાબદારી હતી તે હોસ્પિટલે ભાંગરો વાટતા મૃતદેહ ખોટી જગ્યાએ અને ખોટા વ્યક્તિનો સુખપર પહોંચી ગયો અને પરિવારે શોકના સાગરમાં કોઇક અન્યનીજ અંતિમક્રિયા કરી નાંખી જો કે હાલ મસ્કત ઓમાન વસ્તા કચ્છી સમાજ સહિત કચ્છના પણ સ્થાનીક આગેવાનો આ મામલે સક્રિય રીતે તટસ્થ સત્યની શોધમાં લાગ્યા છે. તો ભારતીય દુતાવાસ પણ આ મામલે તપાસ કરી રહ્યુ છે. જેમાં સંભવ છે કે બાબુભાઇના અસ્થિ તેમના પરિવારને સુપ્રત કરાય અને ખીમજીભાઇનો મૃતદેહ અથવા તેની અંતિમક્રિયા સ્થાનીક મસ્કતમા કરી તેમના અસ્થીઓ પણ સુખપર તેમના પરિવાજનોને મળે