Home Current મહેશ્વરી સમાજ દ્વારા ગાંધીધામમાં ચક્કાજામ દરમ્યાન મામલો બીચક્યો

મહેશ્વરી સમાજ દ્વારા ગાંધીધામમાં ચક્કાજામ દરમ્યાન મામલો બીચક્યો

2226
SHARE
મહેશ્વરી સમાજ ના ધર્મગુરુ વિશે ફેસબુક માં એક શખ્સ એ કરેલ અભદ્ર ટિપ્પણીને મામલે ગાંધીધામમાં વણસેલી સ્થિતિ બાદ રોષે ભરાયેલા લોકો ના ટોળાં એ શહેર ના મુખ્ય ઓસ્લો સર્કલ પર ચક્કાજામ કર્યો હતો અને ટાયરો સળગાવ્યા હતા…આરોપી ને ઝડપી પાડવા પોલીસ ને રજુઆત પણ કરી હતી..આ દરમ્યાન અચાનક મામલો બીચકતા પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરીને ટોળા ને વિખેરવા 10 રાઉન્ડ ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા તો સામા પક્ષે ટોળા એ પણ પોલીસ પર પથ્થર મારો કર્યાના અહેવાલો મળી રહ્યા છે હાલ ગાંધીધામ શહેર માં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે  પથ્થરમારામાં 7 જેટલા પોલીસ વાહનોના કાંચ તૂટ્યા છે અને 10 જેટલા પોલીસકર્મી ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે