Home Current અદાણી મેડિકલ કોલેજ સામેની લડત દરમ્યાન GK ની તોડફોડના કેસમાં તમામ કોંગ્રેસી...

અદાણી મેડિકલ કોલેજ સામેની લડત દરમ્યાન GK ની તોડફોડના કેસમાં તમામ કોંગ્રેસી આગેવાનોનો નિર્દોષ છુટકારો

1067
SHARE
કચ્છ જિલ્લાની એક માત્ર સરકારી હોસ્પિટલ અદાણી ગ્રૂપને સોંપાયા બાદ કચ્છી માડુઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે કોંગ્રેસી આગેવાનો એ સતત રજૂઆતો અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.દરમ્યાન વર્ષ ૨૦૧૦ માં મેડિકલ કોલેજની માન્યતા મળે તે માટે અદાણી મેડિકલ ગેઇમ્સ દ્વારા બોગસ દર્દીઓ અને વિઝીટીંગ ડોકટરોને લવાયા હતા.તેનો વિરોધ કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની વિરુદ્ધ GK જનરલ હોસ્પિટલમાં તોડફોડ અંગે પોલીસ કેસ કરાયો હતો.જેમાં 143,147,427 હેઠળ સરકારી મિલકતને નુકશાન કરવાની કલમ હેઠળ ફરિયાદ કરાઈ હતી આ  આઠ વર્ષ જુના કેસનો ચુકાદો આપતા ભુજ કોર્ટના પ્રથમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યુ.એસ. પરમારે આદમ ચાકી,રવિન્દ્ર ત્રવાડી,જગદીશ ઠક્કર,હરિસિંહ રાઠોડ,હેમાંગ જોશી,વિઠ્ઠલગર ગોસ્વામી,અનવર નોડે,કિરણ ઠક્કર,મહેશ જોશી સહિત કુલ ૧૨ જણાને નિર્દોષ છોડી મુકવાનો ચુકાદો આપ્યો હતો.આ કેસમાં અમીરઅલી લોઢીયા, દિનેશ ગોહિલ અને અન્ય વકીલોએ સફળ દલીલો કરી હતી.