Home Current કર્ણાટકના વિરોધની સાથે કોંગ્રેસની જૂથબંધી પણ કચ્છ પહોંચી !! -જાણો ભાજપ સામેના...

કર્ણાટકના વિરોધની સાથે કોંગ્રેસની જૂથબંધી પણ કચ્છ પહોંચી !! -જાણો ભાજપ સામેના વિરોધમાં ક્યાં કોંગ્રેસી નેતાઓ રહ્યા ગેરહાજર ?

2020
SHARE
કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની આંતરિક રાજકીય લડાઈમાં કોંગ્રેસ શા માટે હારે છે ? તે મુદ્દો હમેશાં લોકોમાં રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે. પણ, કર્ણાટક હોય કે કચ્છ  કોંગ્રેસનો જૂથવાદ જ તેને પાછળ રાખે છે. કચ્છ કોંગ્રેસે ભુજ મધ્યે કર્ણાટકના મુદ્દે ભાજપ સામે દેખાવો અને વિરોધ તો કર્યો પણ એ વિરોધ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયની સામે કોંગ્રેસના કાર્યકરોએ કર્ણાટકમાં ભાજપ દ્વારા સરકાર રચવાના દાવાની વિરુદ્ધ સુત્રોચાર સાથે ઝંડા ફરકાવી વિરોધ દર્શવ્યો હતો.પણ આ વિરોધ દમ વગર નો અને હાસ્યાસ્પદ હતો.

કોંગ્રેસનો વિરોધ શા માટે હાસ્યાસ્પદ બન્યો ?

પ્રદેશ કોંગ્રેસે ભાજપની સામે આપેલા રાજ્યવ્યાપી વિરોધના એલાનને કચ્છ કોંગ્રેસે એટલું હળવાશ થી લીધું કે ગણ્યા ગાંઠ્યા નેતાઓ અને મુઠ્ઠીભર કાર્યકરો જ આ વિરોધમાં દેખાયા પરિણામે કોંગ્રેસનો વિરોધ હાસ્યાસ્પદ બન્યો.આ વિરોધમાં કચ્છ કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી,કચ્છના ૨ કોંગ્રેસી ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા અને સંતોકબેન ગેરહાજર હતા.ભાજપને પોતાના આક્રમક વિરોધ સાથે રાજકીય પડકાર આપતા આદમ ચાકી,વી.કે. હુંબલ,જુમા રાયમા, પૂર્વ સાંસદો,પૂર્વ ધારાસભ્યો, પ્રદેશના વર્તમાન હોદેદારો,ઉપરાંત રાજેન્દ્રસિંહ જાડેજા,રવિન્દ્ર ત્રવાડી,પ્રવક્તા ગની કુંભાર,મહિલા કોંગ્રેસના હોદેદારો સહિતના અનેક આગેવાનો ગેરહાજર રહ્યા હતા.કચ્છ કોંગ્રેસના કાર્યકરોએ ન્યૂઝ4કચ્છ સાથે કરેલી રાજકીય ગુસપુસની વાત કરીએ તો પ્રમુખ નરેશ મહેશ્વરી સીનીયર કોંગ્રેસી આગેવાનોને સાથે રાખીને ચાલવામાં નિષફળ રહ્યા છે. એટલે જ સીનીયર કોંગ્રેસી આગેવાનો તેમ જ કચ્છ કોંગ્રેસની કારોબારીના ૧૨૫ થી વધુ સભ્યો,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો શા માટે વિરોધમાં નથી જોડાયા તે પ્રશ્ન કચ્છ કોંગ્રેસમાં જ ચર્ચાઈ રહ્યો છે.કર્ણાટકની રાજકીય લડાઈ આજે સમગ્ર દેશમાં રાજકીય ચર્ચાનો વિષય છે,ખુદ સોનિયાજી અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ પણ ખૂબ ગંભીર છે,ત્યારે કચ્છ કોંગ્રેસનો હાસ્યાસ્પદ વિરોધ રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો છે.કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કદાચ કામસર જિલ્લા બહાર હોય તો પણ શું થયું ? ફોન દ્વારા સઁકલન તો થઈ શકે ને? એટલેજ તો એવું લાગે છે કે, કર્ણાટકના વિરોધની સાથે જુથવાદનો રેલો પણ કચ્છ સુધી પહોંચ્યો છે. જે બતાવે છે કે, કોંગ્રેસને બહારના બીજા રાજકીય પક્ષો સાથેની રાજકીય લડાઈની પહેલા પોતાના પક્ષની આંતરિક જુથવાદની લડાઈ જીતવા ની જરૂર છે.