અવારનવાર ભેળસેળ યુક્ત ખાદ્ય સામગ્રી વહેંચવા મુદ્દે ચર્ચામાં રહેતા ભુજના મહેશ દુધ કેન્દ્ર સામે અંતે તંત્રએ લાલ આંખ કરી છે. ફુડ વિભાગે 08-11-2017ના મહેશ દુધ કેન્દ્ર પર ફરીયાદના આધારે કાર્યવાહી કરી હતી અને ત્યાથી ગાયના દુધ અને ભેંસના દુધમાંથી બનેલા બે ધી ના નમુના લઇ પરિક્ષણ માટે મોકલ્યા હતા. જેમાં રીપોર્ટમાં બન્ને ધીના સેમ્પલમાં ભેળસેળ થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી ફુડ વિભાગે આ સંદર્ભે કેસ કરતા નાયબ કલેકટર સમક્ષ આ કેસ ચાલ્યો હતો. જેમાં ભેસના ધીના લેવાયેલા સેમ્પલ મામલે 3.20 લાખનો દંડ મહેશ દુધ કેન્દ્રને ફટકારાયો હતો. તો બીજા એક કેસમાં ગાયના દુધના સેમ્પલ પણ આ કાર્યવાહી દરમ્યાન લેવાયા હતા. જેમા પણ વનસ્પતી ધી મિશ્રીત હોવાનુ સામે આવ્યુ હતુ. જે બાબેત પણ દંડની કાર્યવાહી મહેશ દુધ કેન્દ્ર પર કરાઇ હતી. અને તે મામલે તેને 3.80 લાખનો દંડ ફટકારાયો હતો. આમ બન્ને કેસોમાં આજે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરતા દુધ કેન્દ્રને 7 લાખ રૂપીયાનો દંડ ફટકાર્યો છે.
હમેશા વિવાદોમાં રહેતી ભુજની આ દુધ પેઢી મહેશ દુધ કેન્દ્ર અગાઉ પણ ચર્ચામાં રહી ચુકી છે. પરંતુ હજારો લીટર શંકાસ્પદ ધી 08-11-2017ના ઝડપાયા બાદ તંત્રએ તે ધી સીઝ કર્યુ હતુ અને તેના સેમ્પલ પરિક્ષણ માટે મોકલ્યા હતા. જો કે તે વચ્ચે પણ યોગ્ય કાર્યવાહી માટે તંત્રને અનેક રજુઆત કરાઇ હતી. જે કેસ બાબતે આજે સંપુર્ણ અભ્યાસ બાદ તંત્રને 7 લાખનો દંડ ફટકાર્યો હતો તેવુ ફુડ એન્ડ ડ્રગ વિભાગના મુખ્ય અધિકારી શ્રી શેખે જણાવ્યુ હતુ.