Home Current કચ્છમાં આવેલી બિરલા ગ્રુપની અલ્ટ્રાટ્રેક સિમેન્ટને ૨ કરોડ ૫૦ લાખનો ભારે દંડ:...

કચ્છમાં આવેલી બિરલા ગ્રુપની અલ્ટ્રાટ્રેક સિમેન્ટને ૨ કરોડ ૫૦ લાખનો ભારે દંડ: જાણો શા માટે થયો આટલો ભારે દંડ

2029
SHARE
આજે સિમેન્ટ ક્ષેત્રે પ્રખ્યાત એવી આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ને કચ્છ જિલ્લા ખાણ ખનીજ કચેરી એ મોટી રકમનો દંડ ફટકારતા કોર્પોરેટ ક્ષેત્રે હલચલ મચી જવા પામી છે. આ અંગે જિલ્લા ખાણ ખનીજ અધિકારી શ્રી માવદીયા એ ન્યૂઝ4કચ્છ ને માહિતી આપતા જણાવ્યું હતું કે અબડાસાના વાયોર પાસે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને તેની લિઝની જમીન માંથી ખનિજના ઉતખનન સંદર્ભે થયેલી ફરિયાદ અનુસંધાને અંદાજિત ૨ કરોડ ૫૦ લાખ રૂપિયાનો દંડ કરાયો છે. શ્રી માવદીયા ના જણાવ્યા પ્રમાણે ખારાઈ ગામ નજીક આવેલી કંપનીની માઇનિંગ લીઝ લાઇમ સ્ટોન માટે મંજુર થયેલી છે. પણ, અહીં થી કંપનીએ કલે નું ઉતખનન કર્યું હતું. લાઇમ સ્ટોન ની રોયલ્ટી ના ભાવ ઓછા છે. જ્યારે કલે ની રોયલ્ટી ના ભાવ વધુ છે. એટલે, કલે ની રોયલ્ટી અલ્ટ્રાટેક કંપનીએ સરકારને ચુકવવી પડે પરંતુ એ રોયલ્ટી ની રકમ નહીં ચૂકવતા ખાણ ખનીજ કચેરી દ્વારા અંદાજિત ૨ કરોડ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. કંપની વિરુદ્ધ ૨૦૧૨ માં ફરિયાદ આવી હોવાનું જણાવતા જિલ્લા ખાણ ખનીજ અધિકારી શ્રી માવદીયા એ કહ્યું હતું કે, આ કામગીરી સંબધિત ટેબલ સંભાળતા અધિકારી ગેરહાજર હોઈ તેઓ હમણાં વધુ આંકડાકીય માહિતી આપી શકે તેમ નથી, જોકે, તેમણે કચ્છની ખાણ ખનીજ કચેરીમાં સ્ટાફ ખૂબ ઓછો છે એવી તેમની જુની ફરિયાદ પણ દોહરાવી હતી.

સરકાર ખનીજ ચોરી સામે કડક પણ કચ્છના અધિકારીને માહિતી આપવામાં રસ નથી

એક બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી ડ્રોન કેમેરા વડે ખનીજ ચોરો ઉપર તવાઈ લઈ આવવાની યોજના જાહેર કરે છે, બીજી બાજુ કચ્છમાં ખનીજ ચોરી કરતા મોટા ઉદ્યોગ ગૃહોની લાખો અને કરોડોની ખનીજ ચોરી સામે ની કરાયેલ કાર્યવાહીની માહિતી કચ્છ જિલ્લાના ખાણ ખનીજ અધિકારી દ્વારા મીડિયા થી છુપાવાય છે. હા, જો સામેથી કોઈ પત્રકારો ફોન કરે તો અધિકારી માહિતી તો આપે છે પણ સ્ટાફ ઓછો છે,કામગીરી વધુ છે એવી ફરિયાદો કરી કરીને !! જોકે, ખનીજ ચોરો સામેની કામગીરી પણ મોટાભાગે લોકોની ફરિયાદો પછી જ થાય છે. કચ્છમાં ખાણ ખનીજ કચેરીમાં ચાલતો ભ્રષ્ટાચાર જિલ્લાના પૂર્વ ખાણ ખનીજ અધિકારી મેવાડા ઉપર ની એ.સી.બી.ની રેડ દરમ્યાન બહાર આવ્યો હતો.ભુજ માં મેવાડાના ઘરેથી ૧૨ લાખ રોકડા ઉપરાંત અમદાવાદ માં બંગલો અને અન્ય મિલકત મળી આવતા એસીબીએ આવક કરતા વધુ સંપત્તિનો કેસ પણ કર્યો હતો.