Home Current હવે બેંક કર્મચારીઓ છે મોદી સરકાર થી નારાજ-બે દિવસની હડતાલ સાથે કચ્છ...

હવે બેંક કર્મચારીઓ છે મોદી સરકાર થી નારાજ-બે દિવસની હડતાલ સાથે કચ્છ ની બેંકો પણ બંધ-જાણો શુ છે કર્મચારીઓની માંગ?

1035
SHARE
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના આદેશને પગલે દેશભરના બેન્ક કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતરી ગયા છે દેશભરની બેંકોના 10 લાખ જેટલા કર્મચારીઓની સાથે કચ્છમાં પણ તા.30 અને 31 દરમ્યાન કચ્છના બેન્ક કર્મચારીઓ જોડાયા છે. સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લામાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાતા કચ્છના બેન્કિંગ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના નેજા તળે કચ્છભરના 1500 થી પણ વધુ કર્મચારીઓએ જોડાઈને કેન્દ્રની મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા IBA અને બેંક મેનેજમેન્ટની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. બેંક કર્મચારીઓની હડતાલ થી કચ્છ માં ૪૦૦ થી ૫૦૦ કરોડ રૂપિયાના બેંક વ્યવહાર ઠપ્પ થઈ જશે એવો દાવો બેંક યુનિયને કર્યો છે.કેન્દ્રની મોદી સરકાર બેંકના બાકીદારો પાસે રહેલા ૧૫ લાખ કરોડના NPA ની વસૂલાત કરવાને બદલે બેંક કર્મચારીઓના હક્ક પર તરાપ મારે છે એવો આક્ષેપ યુનિયને કર્યો છે. NPA અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે પણ રાષ્ટ્રીયકૃત બેંકોનો નફો ૧ લાખ ૫૯ હજાર રહ્યો છે. સરકાર તેમાં બેંકોની જે ખોટ ઉમેરે છે તેના આંકડા કરતા કર્મચારીઓના પગાર વધારાના આંકડાની રકમ માત્ર ૧૫ ટકા જ છે.ત્યારે સરકાર, IBA અને બેંક મેનજમેન્ટ દ્વારા કરાયેલો માત્ર ૨% નો પગાર વધારો મજાક હોવાનું જણાવીને તેનો વિરોધ કર્યો છે.. આ સિવાય બેંક ના મર્જર અને ખાનગીકર ના મુદ્દે દેશભરના 9 જેટલા બેંક યુનિયનો અગાઉ પણ વારંવાર નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. કચ્છમાં બેંક હડતાલમાં અલગ અલગ બેંકો ના બેંકિંગ કર્મચારી યુનિયન આગેવાનો અશોક ભટ્ટ, સુરેન્દ્ર ક્ષત્રિય, રિતેશ શાહ, નિલેશ મહેતા, કપિલ મહેતા, વિશાલ મકવાણા, નરેન્દ્ર પલણ, ઉમેદસિંહ જાડેજા, ભરત ઠક્કર, સ્મિત ઠક્કર, ઉર્મિલાબેન ઠક્કર સહિત બેન્ક કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.