Home Social જયારે મધરાતે મુંદરામા માનવતાએ સાંભળ્યો એક દુખિયારી યુવતીનો સાદ-જાણો આખો કિસ્સો

જયારે મધરાતે મુંદરામા માનવતાએ સાંભળ્યો એક દુખિયારી યુવતીનો સાદ-જાણો આખો કિસ્સો

2592
SHARE
રાત્રિનો સમય હોય અને રસ્તો ભટકેલ યુવતી અજાણ્યા શહેરમાં ફરતી હોય ત્યારે તેની સલામતી ની ચિંતા તો થાય જ? પણ,વાત આટલે થી અટકતી નથી, એ યુવતી માનસિક વિકલાંગ હોય ત્યારે તેના માટે પરિસ્થિતિ વધુ વિકટ બને. પરંતુ, રાતના અંધકાર વચ્ચે’ય મુંદરામાં માનવતાનો દિપ ટમટમ્યો, જેણે માનવતા પ્રત્યેની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવતા એ સંદેશો આપ્યો કે આજના કપરા સમયમાં પણ માનવીય સંવેદના ધબકે છે. આ આખોયે કિસ્સો કંઇક આવો છે, મુંદરાના ઉમિયાનગરમા રહેતા રઘુવીરસિંહ જાડેજાએ રાત્રિના સમયે રસ્તા ઉપર ભટકતી એક યુવતીને જોઈ, તેમણે આ યુવતીની નજદીક જઈને જોયું તો ડરેલી હાલતમાં ફરતી આ યુવતી તેમને માનસિક વિકલાંગ જણાઈ. પરંતુ, અહીં રઘુવીરસિંહ જાડેજાએ માનવતા દર્શાવી અને એ યુવતીની પરિસ્થિતિ વિશે તેમણે જનસેવા સંસ્થા મુંદરાના રાજ સંઘવીને જાણ કરી. જરૂરતમંદ અને દુખિયારાઓને હમેંશા મદદરૂપ બનતા રાજ સંઘવીએ તરત જ મહિલાઓ માટે મદદરૂપ બનતી 181 હેલ્પલાઇન ‘અભયમ’ ને ફોન કર્યો સાથે જ મુંદરા પોલીસને પણ જાણ કરી. પોતાનું નામ અનુ જણાવતી આ માનસિક વિકલાંગ યુવતીની વાત માનીએ તો તે રાજસ્થાનના કોટા શહેરની છે. જોકે, અભયમ દ્વારા હાલે તે યુવતીને ભુજમાં વન સ્ટેપ સંસ્થામાં આશરો અપાયો છે. તેમ જ માનસિક સારવાર સાથે તે યુવતીના પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. માનવતાની આ કામગીરીમાં 181 અભયમ ટીમના નિરૂપમાબેન બારડ,મુંદરા પોલીસના નયનાબેન રાઠોડ, નારાણભાઇ રાઠોડ, વાલાભાઈ આહિર, હરેશ ઠક્કર, મુકેશ દેસાઈ તેમ જ જનસેવા સંસ્થાના રાજ સંઘવી, જયેશ ગોર મદદરૂપ બન્યા હતા.