Home Current શુ ખરેખર બાળકોના દુશ્મન કચ્છમા? કે પછી માત્ર અફવાઓજ રાખે છે પોલિસને...

શુ ખરેખર બાળકોના દુશ્મન કચ્છમા? કે પછી માત્ર અફવાઓજ રાખે છે પોલિસને દોડતી

3241
SHARE
અજરખપુરમા બે બાળકો ગુમ થયા બાદ જે કરૂણ અંજામ સામે આવ્યો તેને ન માત્ર કાયદાના રક્ષક પરંતુ સમગ્ર કચ્છ અને ગુજરાતને હચમચાવી નાંખ્યું અલબત પોલિસની છ ટીમ તે ગુન્હાનો ભેદ ઉકેલવા માટે મથી રહી છે પરંતુ અત્યારે કચ્છમા ચર્ચા એ છે કે શુ ખરેખર બાળકોના દુશ્મનો અપહરણકર્તના રૂપમાં કચ્છમા ફરી રહ્યા છે? કેમકે પહેલા ભુજના ભુતેશ્ર્વર વિસ્તારમા બાળકના અપહરણની વહેતી થયેલી વાતો અને ત્યાર બાદ ગઇકાલે કેરામા પણ આવીજ કઇક ઘટનાએ પોલિસને દોડતી કરી જો કે અત્યાર સુધીની પોલિસ તપાસમા આવી કોઇ ઘટના બની હોવાનુ ધ્યાને આવ્યુ નથી પરંતુ છોકરા ઉઠાવતી ગેંગની સોશીયલ મીડીયા પર અફવાઓ પોલિસને દોડતી રાખવા સાથે લોકોમા પણ ભય ફેલાવી રહી છે ચોક્કસ આવી ઘટનામા સતર્કતા જરુરી છે અને લોકોએ પોલિસ સાથે રહી જે કામ કર્યુ તે પણ આવકારદાયક છે પરંતુ થોડુ સત્ય આવી વાતોમાં હોય તે જરૂરી છે કેમકે છેલ્લી બે ઘટનામા લોકોની ફરીયાદ મુજબનું કોઇ સત્ય પોલિસની તપાસમા સામે આવ્યુ નથી અને માત્ર અફવાઓજ સાબિત થઇ છે.

શુ થયુ હતુ ભુજ અને કેરાની ઘટનામા?

ભુજના ભુતેશ્ર્વર વિસ્તારમા સાંજે મસ્જિદ પર જઇ રહેલા એક બાળકે કેફીયત આપી કે તેને બે બુકાનીધારી એ પીછો કરી તેની સાથે વાત કરી જોત જોતામા વાત ફેલાઇ ગઇ અને રાત્રી સુધી પોલિસ દોડતી રહી સ્થાનીકો પણ બાઇક સાથે ફરતા રહ્યા પરંતુ એવુ કઇ શંકાસ્પદ હાથ લાગ્યુ નહી જે શંકાસ્પદ ઝડપાયો તે પાગલ નિકળ્યો જો કે સ્થાનીક લોકો એ અરજી આપી અને લોકોના સંતોષ માટે પોલિસે એ મામલે પણ તપાસ કરી જેમા ઘટના માત્ર અફવા હોય તેવુ ધ્યાને આવ્યુ
તો બીજી તરફ શનિવારના કેરા ગામે પણ કઇક એવુ જ થયુ અપહરણ કર્તા ગેંગ ફરી રહી હોવાના સમાચાર વહેતા થયા અને પશ્ર્ચિમ કચ્છ પોલિસની મહત્વની બ્રાન્ચ સહિત પોલિસનો મોટો કાફલો તેની તપાસમા લાગી ગયો તો સ્થાનીક લોકો પણ બાઇક સાથે આ અભિયાનમા જોડાઇ ગયા પરંતુ અંતે તેમા પણ કઇ સામે ન આવ્યુ અને માત્ર ઘટના અફવા જ સાબિત થઇ ત્યારે માત્ર સોશિયલ મીડીયા કે વહેતી વાતો પર ધ્યાન આપી લોકોને તથા પોલિસને આ અફવાઓ દોડતી રાખી રહી છે જે બાબતે લોકોએ પણ સતર્કતા સાથે સમજથી કામ લેવાની જરુર છે.

શુ કરી પશ્ર્ચિમ કચ્છ પોલિસે અપિલ?

અજરખપુરમા બાળકના મૃત્યુ બાદ બે દિવસથી ચાલી રહેલા અપહરણની અફવાના દોર વચ્ચે પોલિસ આ ઘટનાને ગંભીરતાથી લઇ રહી છે અને લોકોની જાગૃતી ને પણ બિરદાવવા સાથે પશ્ર્ચિમ કચ્છ પોલિસે અપિલ કરી છે કે આવી ઘટનામા કોઇ સત્ય જણાય તો નજીકના પોલિસ મથકનો સંપર્ક કરવા સાથે લોકો કાયદો હાથમા ન લે તેવી અપિલ કરી છે તો બીજી તરફ ગામના જાગૃત લોકો સાથે પોલિસ બેઠક કરી તેમને અફવાઓ તરફ ધ્યાન ન આપવા સાચી સમજ આપી રહી છે જેથી આવુ કઇ બને તો સત્ય બહાર આવે અફવા નહી કેમકે અત્યાર સુધી આવી કોઈ ગેંગ કચ્છમા ઉતરી હોય તેવુ પોલિસની તપાસમા ક્યાય સામે આવ્યુ નથી.
હાલ પવિત્ર રમજાન અને પુરૂષોત્તમ મહિનો ચાલી રહ્યો છે એવામા સ્વાભાવીક રીતે કચ્છીઓ તેમના પરિવાર અને બાળકો સાથે ફરવા નિકળે ત્યારે જરૂર એ છે કે લોકો સતર્ક રહે પરંતુ માત્ર અફવાઓ પર ધ્યાન આપી ખોટા ગેરમાર્ગે ન દોરાય અને પોલિસને પણ દોડતી ન રાખે નહી તો વાઘ આવ્યો રે વાઘ ની જેમ સાચે કોઇ ઘટના બનશે ત્યારે કોઇની પાસે કહેવા જેવુ કઇ નઇ હોય જો કે પોલિસ પણ ઘટનાને ગંભીરતાથી લઇ દરેક બાબતો પર ઝીણો અભ્યાસ કરી રહી છે તેવામા લોકો પણ અફવા નહી સમજણ સાથેનો સહયોગ આપે તે કાયદાના હિતમાં જરૂરી છે.