લખપત નારાયણ સરોવરને જોડતા માર્ગ પર ઘડુલી નજીક સર્જાતા અવારનવારના અકસ્માતને લઇને આમ પણ સ્થાનીક લોકોમા રોષ હતો અને તેને હવા આપવાનુ કામ ગઇકાલે સર્જાયેલી કરૂણ ઘટના એ કર્યુ કચ્છી નવા વર્ષેજ પુરપાટ જતા ટ્રકે બે માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા અકસ્માત બાદ બપોરે લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો પોલિસની સમજાવટ પછી મામલો થાળે તો પડ્યો પરંતુ આજે ફરી સવારે સ્થાનીક ગ્રામજનો એ બમ્પ બનાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો જેના પડઘા પડ્યા હતા અને સંભવત અકસ્માત ક્ષેત્રમાં તંત્રએ 6 જેટલા સ્પીડબ્રેકર બનાવ્યા હતા જેથી પુરપાટ જતા વાહનોની ગતી પર હવે બ્રેક લાગશે ગઇકાલે ચક્કાજામ સાથે લોકોએ જ રસ્તા પર JCB થી ખોદકામ સાથે ખાડા ખોદી નાંખ્યા હતા જેથી વાહનોની ગતી મર્યાદામાં રહે જે વિરોધ બાદ આજે નખત્રાણા માર્ગમકાન વિભાગે જમ્પ બનાવી લોકોના વિરોધ અને વધતા માર્ગ અકસ્માતોને નિવારવા કાર્યવાહી કરી હતી.