મીરજાપર માં મિશન ઇન્ડિયા કરુણ્યા બાળનિકેતન સંસ્થા ના આશ્રમ માં રહેતા સિંગલ પેરેન્ટ્સ કે જેના માતા કે પિતા હયાત નથી તેવા અનાથ બાળકો સાથે તેમની સાથે જ રહેતા અન્ય બાળક દ્વારા દુષ્કર્મ આચરીને તેમનું જાતિયશોષણ કરવાની ઘટનાએ કચ્છમા ચકચાર સર્જી છે. હવે જ્યારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે અને ભોગ બનેલા બાળકોના વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવા માં આવી હતી. પણ પોલીસ ફરિયાદ કરાયા પછી આ વાલીઓને તેમ જ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય ના દુષ્કર્મનો ભોગ બનેલા બાળકોને પણ હેરાન કરવા માં આવી રહ્યા છે. બે દિવસ થયા જી.કે.જનરલ હોસ્પિટલ માં દાખલ થયેલા ભોગગ્રસ્ત બાળકોને મેડીકલ ચેકઅપ માટે લઇ અવાયા બાદ ત્યાં ચેકઅપ કરવા ને બદલે સરકારી તબીબ ડો. પરેશ મહેતા એ પીડીત બાળકો તથા તેમના વાલીઓ ડરાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ કિસ્સો ઉજાગર કરનાર સામાજિક અને રાજકીય આગેવાન રફીક મારા એ સરકારી તબીબ અને સંસ્થા બન્ને ની સામે કેસ પાછો ખેંચી લેવા માટે વાલીઓ ઉપર દબાણ કરવા માં આવી રહ્યું હોવાનો ખળભળાટ સર્જતો ખુલ્લો આક્ષેપ કર્યો છે. દબાણ બાદ આ વાલીઓ એ કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ રફીક ભાઈ મારા નો સંપર્ક કરતા તેઓ હોસ્પિટલ ખાતે તેમની ટીમ અને પ્રેસ મીડિયા ને સાથે લઇ ને દોડી ગયા હતા. ત્યાં વાલીઓ દ્વારા તેમને પરિસ્થિતિ થી વાકેફ કરાયા હતા. ભોગગ્રસ્ત બાળકો દ્વારા પણ રજૂઆતો અને ફરિયાદો કરાઈ હતી. આ હોબાળા બાદ હોસ્પિટલ દ્વારા મેડીકલ ચેકઅપ અને સૃષ્ટિ વિરુદ્ધ ના કૃત્યના કારણે આ બાળકોને થયેલ ઇજાની સારવાર હાથ ધરાઈ હતી. રફીક મારા , માનસી શાહ અને અન્ય આગેવાનોએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, જાતિયશોષણ નો ભોગ બનેલા આ બાળકો ગઈકાલ રાત થી ભૂખ્યા હતા. પણ બાળકો ને જમાડવા કે ચા પાણી ની સગવડ પુરી પાડવા માં પણ તંત્ર બેજવાબદાર નીવડ્યું હતું. ભૂખ ના કારણે બાળકો ની હાલત અત્યંત દયાજનક હતી અને બાળકો ભયભીત હતા. જોકે, આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને D.D.O પ્રભવ જોશીને રજૂઆતો કરતા આખરે બાળ કલ્યાણ અધિકારીઓ ને જી.કે.જનરલ હોસ્પિટલમાં મોકલવા માં આવ્યા હતા, અને બાળકો ને સંભાળ રાખવા લેવાનો દેખાડો બાળકલ્યાણ વિભાગે કર્યો હતો. જોકે, બાળકલ્યાણ અધિકારી દ્વારા આ ઘટનાની અલગ તપાસ પણ હજી સુધી નથી કરાઈ. મિશન ઇન્ડીયા કરુન્યા બાલનિકેતન ના ગૃહપિતા દ્વારા બાળકો ના વાલીઓ તેમજ રફીક મારા અને તેમની સાથે આવેલા કૉંગ્રેસ ના આગેવાનો ને પણ પોતે અને અલગ અલગ મોટા માથાઓ પાસે થી ફોન કરાવી અને ધાકધમકી તથા રૂપિયા ની લાલચ આપી અને આ મામલે ભીનું સંકેલવા ના નો આક્ષેપ પણ કરાયો છે. રફીક ભાઈ મારા સાથે માનસી શાહ, સાયરા બેન ખલીફા, રફીકભાઈ ઘાંચી, શહેઝાદ સમા, મુબારક મોકારશી, આકીબ સમા, હનીફ ભાઈ, અબાસ ભાઈ, અજરૂદિન ભાઇ દ્વારા આ પ્રકરણ માં જવાબદાર સંસ્થા સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.