Home Current કચ્છ બોર્ડર રેન્જ દ્વારા શરૂ કરાઇ હેલ્પલાઇન : નંબર નોંધી લેવા IG...

કચ્છ બોર્ડર રેન્જ દ્વારા શરૂ કરાઇ હેલ્પલાઇન : નંબર નોંધી લેવા IG ની અપીલ

3837
SHARE
100,181 જેવા અનેક હેલ્પલાઇન નંબર પર તમારી કોઇપણ સમસ્યાનો ઉકેલ થોડી મીનીટોમાંજ આવી જાય છે જો કે પશ્ર્ચિમ કચ્છના પુર્વ પોલિસવડા મકરંદ ચૌહાણે કઇક નવુ કરવાનુ વિચારી જીલ્લાકક્ષાની એક અલગથી હેલ્પલાઇ શરૂ કરી હતી. જેને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. જો કે હવે કચ્છ બોર્ડર રેન્જના આઇ.જી ડી.બી.વાધેલાએ પણ કઇક નવુ કરવાના ઉદ્દેશ સાથે લોકોની દરેક ફરીયાદ માત્ર એક ફોન પર થઇ શકે તે માટે આજથી એક મોબાઇલ હેલ્પલાઇન શરૂ કરી છે મોબાઇલ નંબર-8238072100 તથા લેન્ડલાઇન નંબર-02832-232335 પર ગમે ત્યારે કોઇપણ અરજદાર કે કોઇ બાતમીદાર ગમે ત્યારે કોઇપણ પ્રકારની માહિતી આપી શકે છે. આજે બોર્ડર રેન્જ આઇ.જીના હસ્તે આ હેલ્પલાઇન શરૂ કરાઇ હતી.

શુ મદદરૂપ બનશે હેલ્પલાઇન?

આમતો રાજ્યના અનેક શહેરોમા આવી હેલ્પલાઇનો શરૂ કરાઇ છે જે કાયદો વ્યવસ્થા જાળવવા અને ગુપ્ત માહિતી પોલિસ સુધી પહોંચાડવામાં અસરકારક રહી છે ત્યારે કચ્છમા પણ આ હેલ્પલાઇન મદદરૂપ બનશે અને ફરીયાદી કે અરજકરતા 24 કલાક પોલિસના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશે પુર્વ-પશ્ર્ચિમ કચ્છ,પાટણ બનાસકાંઠા આ તમામ વિભાગના કોઇપણ ફરીયાદી કે અરજકર્તા પોતાની સમસ્યા,તેમના વિસ્તારમા ચાલતી બદીઓ કે પછી કાયદાની વિરૂધ થતી કોઇપણ ફરીયાદ આ નંબર પર આપી શકશે ડી.બી,વાધેલાએ હેલ્પલાઇન લોંચ કરવા સાથે ખાતરી આપી હતી. કે હેલ્પલાઇન પર અપાતી દરેક માહિતી જો અરજદાર ઇચ્છશે તો ગુપ્ત રખાશે તો ખોટી રીતે ફરીયાદ કરનાર સામે પોલિસ એક્શન પણ લેશે.
દારૂ,જુગાર,કે પછી તમારા વિસ્તાર આસપાસ ચાલતી કોઇપણ બદ્દી હોય કે પછી પોલિસમા કરેલી ફરીયાદનું સંતોષકારક પરિણામ ન આવ્યુ હોય કોઇપણ પ્રકારની ફરીયાદના ત્વરીત પરિણામ માટે હવે કચ્છ બોર્ડર રેન્જ એકમ સક્રિય થયુ છે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં લોકો પણ પોલિસની મદદ કરી શકે તે ઉદ્દેશથી હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જેનો પ્રજાના હિતમાં ઉપયોગ કરવા પોલિસે નાગરીકોને અપિલ પણ કરી છે.