સ્કુલના વિદ્યાર્થીઓને લઇ જતા વાહનોમાં અકસ્માતની ઘટના એ કોઇ નવી વાત નથી ક્યારેક આકસ્મીક તો ક્યારેક સંખ્યા કરતા વઘુ બાળકો ભરવા મામલે અનેક અકસ્માતો સર્જાયા છે ત્યારે આજે ભુજના મુન્દ્રા રોડ બી.એસ.એફ ગેટ નજીક જ એક સ્કુલના વિદ્યાર્થીઓને લઇ જતો છકડો પલ્ટી મારી ગયો હતો જો કે સદ્દનશીબે કોઇને ગંભીર પ્રકારની ઇજા પહોંચી ન હતી પરંતુ 3 બાળકોને અસ્થિભંગ સહિતની ઇજા પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે જેઓને લેવા પટેલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા છે. જો કે અન્ય બાળકોને પણ ઇજા પહોંચી હતી પરંતુ તે ગંભીર પ્રકારની ન હતી જેથી તેના વાલીઓને સ્થળ પર બોલાવી બાળકોને સુરક્ષીત સોંપાયા હતા. જો કે એક સમયે અકસ્માતની ઘટના સર્જાતા ભારે અફડાતફડી સર્જાઇ હતી. તો વાલીઓએ પણ સ્થળ પર આવી પોતાનો રોષ ઠાલવ્યો હતો પ્રાથમીક અહેવાલ મુજબ ગધેડા ગાડી રસ્તામા આવતા છકડા પરથી ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને વાહન પલ્ટી મારી ગયુ હોવાનુ સામે આવ્યુ છે.