કચ્છમાં ચોમાસું ઠેલાતાં ૫શુઘન માટે દુષ્કાળની પરિસ્થિતી ઉદભવી છે. ઘાસચારા ના અભાવે પશુધન ઉપર ભૂખમરા નું જોખમ ટળવળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં કચ્છ ભાજપના માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા આગળ આવ્યા છે પશુઘનનાં ચારા માટે ૩૧ લાખનાં દાનની જાહેરાત કરી છે. જોકે, દાનની જાહેરાત સાથે જ તેમના દ્વારા ખાવડા, બન્ની વિસ્તાર માં ગાયો ને ઘાસ નિરણ નાખવાનું શરૂ કરી દીધું છે. જયાં પશુધન મુશ્કેલી માં છે તે વિસ્તારમાં હાલના તબક્કે ઘાસચારો મોકલવાનું આયોજન કરાયું છે. ખેંચાયેલા વરસાદ વચ્ચે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કચ્છમા ઘાસચારો મોકલવાના પ્રયાસો સઘન બનાવાયા છે. બીજી બાજુ ધીરે ધીરે હવે દાતાઓ પણ આગળ આવી રહ્યા છે. જોકે, પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે એવા સંજોગો માં વધુને વધુ દાતાઓ કચ્છ ના પશુધન ની વહારે આવે તેવી સમયની માંગ છે.