Home Current કચ્છનો પ્રથમ એસી બર્ન્સ વોર્ડ-જયાં એસીડ એટેકનો ભોગ બનતા મુંગા પશુઓની થશે...

કચ્છનો પ્રથમ એસી બર્ન્સ વોર્ડ-જયાં એસીડ એટેકનો ભોગ બનતા મુંગા પશુઓની થશે સારવાર

1481
SHARE
સમય ની સાથે લોકોમાં શિક્ષણનો વ્યાપ ભલે વધ્યો છે, પણ તેની સાથે માનવીય સંવેદના ઘટતી જાય છે. આ શબ્દો કહેતા એન્કરવાલા અહિંસાધામ ના સીઈઓ ગિરીશ નાગડા કહે છે કે આ કડવું સત્ય આપણાં કચ્છનું છે. છેલ્લા ઘણાં વર્ષો થી મુંગા પશુઓ ઉપર એસીડ એટેકના બનાવો વધતા જાય છે. અમારે ત્યાં એન્કરવાલા અહિંસાધામ મધ્યે દર અઠવાડિયે સરેરાશ એક પશુ એસીડ એટેક નો ભોગ બની આવે છે. જે રીતે દાઝેલા મનુષ્ય ની સારવાર કરવી એ કપરું કામ છે એ થી પણ વધુ કપરું કામ દાઝેલા પશુની સારવાર નું છે. પણ, કચ્છ જિલ્લા માં જીવદયા ક્ષેત્રે કાર્યરત ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એંકરવાલા અહિંસાધામ દ્વારા દાઝેલા પશુઓની સારવાર માટે ખાસ એસી બર્ન્સ વોર્ડ શરૂ કરાયો છે. પ્રથમ જ વાર મુંગા પશુઓ માટે ના એસી બર્ન્સ વોર્ડ ના લોકાર્પણ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ એ વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષ થી સંસ્થા જીવદયા અને પર્યાવરણ છેત્રે કાર્ય કરી રહી છે હાલ સંસ્થામાં 4800 થી વધારે પશુઓ આશ્રય લઇ રહ્યા છે. અહીં દર કલાકે વાહન અકસ્માત ના કારણે ઇજા પામતા મુંગા પશુઓના કેસ આવતા હોય છે. તેમની અહીં કાળજી પૂર્વક સારવાર કરાય છે. અત્યારે પોતાના ખેતર વગેરેના પાક ને પશુઓ નુકશાન ન પહોંચાડે એ માટે અબોલ જીવો ઉપર ક્રૂર માણસો દ્વારા ગરમ પદાર્થો , ઉકાળેલું પાણી એસીડ કે અન્ય જ્વલનશીલ પદાર્થો ફેંકવામાં આવે છે. જેના કારણે મુંગા પશુઓ દાઝી જવાના કેસ અહીં સારવાર માટે આવે છે. પણ, હવે આ દાઝેલા પશુઓને અહિંસાધામ માં યોગ્ય વાતાવરણ માં સારવાર મળી રહે એ માટે એક એસી સ્પેશ્યિલ બર્ન્સ વોર્ડ બનાવવા માં આવ્યો છે. એસી રૂમ ના કારણે કારણે પશુઓ ને બહારના વાતાવરણ નો કોઈ ચેપ નહીં લાગે અને તેઓ ઝડપભેર સ્વસ્થ થઈ શકશે. સંસ્થાના મેનેજર રાહુલ સાવલાએ જણાવ્યું હતું કે આ બર્ન્સ વોર્ડ માં ૩ પશુઓ ની ની સારવાર થઈ શકશે. ઉપરાંત જીવલેણ અકસ્માત નો ભોગ બનેલા ક્રીટીકલ હાલત ધરાવતા પશુઓની સારવાર માટે પણ આ એસી વોર્ડ મદદરૂપ બનશે. સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ ગાલા એ લોકો ને સંસ્થાના જીવદયા ના કાર્યમાં જોડાવવા માટે ટહેલ નાખી હતી. આ પ્રસંગે દાતાશ્રી સ્નેહિલાલજી અને મિત્તલ સાહેબ, ગાંધીધામ, ડો કૌશિકભાઈ શાહ , ઇન્ડિયન રેડ્ક્રોસ સોસાયટી મુન્દ્રા ના પ્રમુખ સચીનભાઈ ગણાત્રા , એમ એન ચૌહાણ પી આઈ મુન્દ્રા, રફીકભાઇ તુર્ક , ખેતશીભાઈ જસાણી, કાનાભાઇ સ્વરાજ થારૂ, રામભાઈ શેડા , યુવરાજસિંહ વાઘેલા એ ઉપસ્થિત રહી સંસ્થાના જીવદયા ના કાર્યોને બિરદાવ્યા હતા.