Home Current ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય ઘાસચારાના મુદ્દે થયા એક-જાણો સંકલન બેઠક માં શું...

ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય ઘાસચારાના મુદ્દે થયા એક-જાણો સંકલન બેઠક માં શું થયું?

1558
SHARE
દર મહીના ના ત્રીજા શનિવારે મળતી સંકલન સમિતિ ની બેઠક માં ઘાસચારાની કચ્છની વર્તમાન સમસ્યાનો મુદ્દો મુખ્ય ચર્ચામાં રહ્યો હતો. જોકે, તેના સિવાય જમીનદબાણ અને ખનીજ ચોરી સહિત ભુજ ના જુના એસટી બસ સ્ટેશન પાસે ફરી એસટી બસોના સ્ટોપ સહિત અન્ય પ્રશ્નો પણ ચર્ચાયા હતા. જોકે, સંકલન જેવી મહત્વની બેઠક માં માત્ર બે જ ધારાસભ્યો હાજર હતા.

જ્યારે ભાજપ ના નીમાબેન અને કોંગ્રેસ ના પ્રદ્યુમનસિંહે એક થઇ ને કરી રજુઆત

સંકલન બેઠક માં ભુજ ના ભાજપી ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય અને અબડાસા ના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક થઇ ને કચ્છ માં ઘાસચારા ની તંગીની રજુઆત કરી હતી. આ રજુઆત વિશે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અબડાસા, લખપત અને નખત્રાણા એમ ત્રણ તાલુકા માં ૨૭ હજાર ઘાસકાર્ડ ઇસ્યુ કરાયા છે. ૫/૮/૧૮ થી ઘાસડેપો શરૂ થયા પણ દરેક ઘાસડેપો મા ઘાસની રાડ છે. ૫ હજાર જેટલા પશુઓ એવા છે કે તેમને હજી સુધી ઘાસ નથી મળ્યું. એવી જ હાલત પાણી ની છે. સરકાર કહે છે ઘાસ પૂરતું આપીશું પણ વાસ્તવિકતા માં પશુઓ ભૂખમરા ની ગંભીર હાલત માં છે. પૈસા આપતા પણ ઘાસ મળતું નથી. જોકે, અબડાસા ના ધારાસભ્ય ની ઘાસ ની રજુઆત માં ભુજ ના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ પણ સુર પુરાવ્યો હતો. પોતાની રજુઆત અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા નીમાબેને કહ્યું હતું ઘાસચારાની તંગી છે, ઘાસ વગર પશુઓની હાલત ખરાબ છે અને પશુપાલકો પરેશાન છે. ખરેખર કચ્છ જિલ્લા માં અત્યારે દરરોજ ની ૧૫૦ ટ્રક ઘાસની જરૂરત છે. તેની સામે દરરોજ માંડ ૮૦ થી ૯૦ ટ્રકો ઘાસ આવે છે. પોતે આ ઘાસની તંગી બાબતે કલેકટર ને પણ કહ્યું હોવાનું અને સરકારને પણ રજુઆત કરી હોવાનું નીમાબેને કહ્યું હતું. તો, વસુકી ગયેલા ઢોરોને ઘાસચારો મળી રહે તેવા અન્ય જિલ્લાઓ માં ખસેડવા અને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ ની મદદ લેવા પણ પોતે કહ્યું હોવાનું નીમાબેને જણાવ્યું હતું.પશુધન માટે ઘાસચારાની પરિસ્થિતિ થાળે પાડવા તંત્ર સમક્ષ કરાયેલી રજૂઆતના સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને વહીવટીતંત્ર દ્વારા ઘાસચારાના પ્રશ્ને કાર્યવાહી તેજ કરવાના સંકેત આપતાં આગામી દિવસોમાં રેલવે રેકની વ્યવસ્થા થશે, તેમ જણાવ્યું હતું.

ભુજ મા જુના બસ સ્ટેશન પાસે ફરી એસટી બસોના સ્ટોપ સહિત અન્ય પ્રશ્નો ચર્ચાયા

ભુજના ધારાસભ્ય નીમાબેને જુના એસટી બસ સ્ટેશન પાસે મીડલ સ્કૂલ મા એસટી બસ નું પીક અપ સ્ટેન્ડ બનશે અને ફરી એસટી બસો ભુજ ના જુના એસટી બસ સ્ટેશન પાસે હવે ઉભશે એવું જણાવ્યું હતું. તે સિવાય ભુજીયા ડુંગર આસપાસ ઝુંપડા,ધાબા, ટાયર પંચર સહિતના થઇ રહેલા દબાણો હટાવવા તેમજ ભુજની મટનમાર્કેટ અન્ય જગ્યાએ ખસેડવા રજૂઆત કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાલી ડેમ-તળાવમાંથી માટી લેવાની જોગવાઇની વિગતો ઉપરાંત નખત્રાણા-લખપત-નલીયાના પીવાના પાણીના પ્રશ્નો, પુંઅરેશ્વર મંદિરના જીર્ણોધ્ધાર માટેની વિગતો જણાવવા તેમજ અબડાસા વિસ્તારમાં થતી ખનીજચોરી અને નરેગા યોજનામાં રોજગારીના દર વધારવા સહિત નખત્રાણા તાલુકાના સુખપર, વિરાણી અને લાખીયાવીરા ખાતે પ્રાથમિક શાળાના ઓરડા બાબતે રજુઆત કરી હતી.જિલ્લા પંચાયત ના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ મધ્યાહન ભોજન, નખત્રાણા-ભુજ માર્ગની દુરસ્તી અને દેશલપર-નલીયા માર્ગ સુધારણા, જીયાપરમાં વીજવાયર બદલવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહને અમૃત યોજના અંતર્ગત ડેવલપમેન્ટ પ્લાનમાં ભુજીયા આસપાસ થનાર વિકાસ કામગીરી સહિત દબાણો હટાવવા સંબંધિત વિભાગોની બેઠક કરી સમય અને લક્ષ્યાંક નિર્ધારિત કરવાના નિર્દેશો આપ્યાં હતા. પ્રારંભે સંકલન સમિતિ ભાગ-૧ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિએ પ્રેઝન્ટેશનના માધ્યમથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિગતો આપી હતી. કલેકટર રેમ્યા મોહને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ને સફળ બનાવવા સૌનો સહયોગ માગ્યો હતો. અધિક કલેકટર ડી.આર.પટેલે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે પદાધિકારીઓના પ્રશ્નોની છણાવટ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ કચ્છના એસપી એમ.એસ.ભરાડા, નાયબ કલેકટર એમ.કે.જોષી, એસ.એમ.કાથડ, ભુજ પ્રાંત આર.જે.જાડેજા, અંજાર-ભચાઉ પ્રાંત વી.એન.રબારી, મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી, નાયબ ડીડીઓ અશોકભાઈ વાણીયા, માર્ગ-મકાનના કા.ઇ. જે.ઓ.શાહ, સી.ઓ. સંદીપસિંહ ઝાલા, ખેતીવાડીના શ્રી શિહોરા, પ્રોજેકટ ઓફિસર રવિરાજસિંહ ઝાલા, નાયબ પશુપાલન નિયામક ડો. બ્રહ્મક્ષત્રિય, સિંચાઇના શ્રી સોનકેસરીયા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી અઘેરા, પા.પુ.વિભાગના શ્રી શહેદાદપુરી, ડીઇઓ રાકેશ વ્યાસ, ડીપીઓ સંજય પરમાર સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.