Home Current લ્યો બોલો.. કચ્છમાં ભાદરવે આંબે મોર આવ્યા કેરી પણ ઉગી ખારેકમા પણ...

લ્યો બોલો.. કચ્છમાં ભાદરવે આંબે મોર આવ્યા કેરી પણ ઉગી ખારેકમા પણ ફુલ આવ્યા

1546
SHARE
ચોમાસામાં ન વરસેલો વરસાદ ભાદરવામાં ભુસાકા સાથે વરસે તે તો સમજાય તેવી વાત છે તો વળી ગ્લોબ્લ વોર્મીગની અસરથી કુદરતી મોસમની પ્રક્રિયામાં પણ ફેરફાર જોવા મળે તે પણ નવી વાત નથી. પરંતુ કચ્છમાં ચાલુ વર્ષે ભાદરવામાં આંબે મોર આવ્યા છે આમતો માંડવીના ગઢશીશા ગામે એક ખેડુતે આ અંગે માહિતી આપી ત્યારે ઓછી બનતી આ ઘટના પ્રકાશમા આવી પરંતુ જ્યારે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરાયો ત્યારે તેઓ પણ આ ઘટનાથી વાકેફ હોવાનુ કહી આવી ઘટના ક્યારેક બને છે તેવુ કહી ક્યારેક કુદરતી પ્રક્રિયા પુર્ણ થયા બાદ ધણી વાર ભાદરવામા આવુ બનતુ હોવાનું જણાવ્યુ હતુ પરંતુ માંડવીના આ ખેડુત આશ્ર્ચર્ય સાથે આ ઘટનાને જોઇ નવાઈ સાથે વિચારમગ્ન બન્યા છે.

ભાદરવે મોર આવ્યા અને કેરી પણ દેખાઇ ખેડુતને આશ્ર્ચર્ય 

સામાન્ય રીતે ગરમીની સીઝનમા કચ્છની કેરી ગુજરાતના અન્ય જીલ્લા કરતા પાછળ પાક આપે છે પરંતુ આ વર્ષે તેનુ ઉત્પાદન પણ ઓછુ થયુ અને જ્યારે સીઝન હતી ત્યારે પુરા મોર અને કેરી ન ઉગી પરંતુ આજે ગાંધીધામ રહેતા અને કોટડા(રોહા) ગઢશીશા આશાપુરા ઓર્ગેનીક ફાર્મ  ધરાવતા ખેડુત હરિસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે તેઓ કેરીના 700થી વધુ વૃક્ષ ધરાવે છે પરંતુ આજે જ્યારે તેઓ વાડીએ હતા ત્યારે અચાનક તેના ધ્યાને આવ્યુ કે કેરીના એક વૃક્ષમાં મોર આવ્યા છે અને કેરી પણ ઉગી છે જેની જાણ તેઓએ તેમના સાથી ખેડુત નિષ્ણાંતોને પણ કરી જો કે નવાઇ એ છે કે કેરીની સાઇઝ પણ મોટી થઇ રહી છે જે તેમના માટે આશ્ર્ચર્ય છે કેમકે ભાદરવામા આવી પ્રક્રિયા તેમણે ભાગ્યેજ જોઇ છે.

માત્ર કેરી નહી પરંતુ ખારેકમાં પણ કઇક નવીન દેખાયુ 

આ ઘટના અંગે જ્યારે કચ્છ જીલ્લા બાગાયત ખેતીવાડી અધિકારી ફાલ્ગુન મોઢનો સંપર્ક કરાયો ત્યારે તેમણે જણાવ્યુ કે આ પ્રક્રિયા સહજ છે અને ક્યારેક આવુ બનતુ હોય છે. અને કેટલાક ખેડુત મિત્રોએ તેમને પણ આ અંગે જાણ કરી છે. માત્ર કેરી નહી પરંતુ કચ્છી ખારેકના ઝાડ પર પણ કઇક આવુજ જોવા મળ્યુ છે. અને ભાદરવામાં અને ક્યારેક તે પછી પણ કેટલાક ઝાડ પર આવી પ્રક્રિયા થતી હોય છે અને આવુ આ વખતે થયુ છે જેમાં વાતાવરણના ફેરફાર કરતા વધુ વૃક્ષની ફળ આપવાની પ્રક્રિયા વધુ જવાબાદર છે.
ચાલુ વર્ષે કચ્છમા કેરીનુ ઓછુ ઉત્પાદન અને ત્યાર બાદ વરસાદ ન પડતા ખેડુતો આંચકા પર આંચકા ખાઇ રહ્યા છે તેવામા ખેડુતોને કુદરતે વધુ એક આંચકો આપ્યો છે જો કે નિષ્ણાંત ખેડુતો આ ઘટનાને સાહજીક પરંતુ દર વર્ષે ન બનતી પ્રક્રિયા તરીકે જોઇ રહ્યા છે પરંતુ  ગઢશીશા નજીક ફાર્મ અને ખારેકના વૃક્ષો પર આવેલા મોર અને ક્યાક કેરી દેખાતા ખેડુતો આશ્ર્ચર્ય સાથે આવુ કેમ થયુ તેના વિચારમા ચોક્કસ રાચી રહ્યા છે.