Home Current ક્રેડાઈ ગુજરાતના ડાયરેકટર તરીકે સતત ત્રીજી વખત કચ્છી અગ્રણીની વરણી

ક્રેડાઈ ગુજરાતના ડાયરેકટર તરીકે સતત ત્રીજી વખત કચ્છી અગ્રણીની વરણી

862
SHARE
કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોશીએશન ઓફ ઇન્ડિયા – ગુજરાત
CREDAI – GUJARAT ની બોર્ડ ઓફ ડાયરેક્ટર ની રોટેશન મુજબ ખાલી પડતી જગ્યા ઉપર વેસ્ટઝોન માંથી ડાયરેક્ટર તરીકે કચ્છી અગ્રણી પ્રવિણભાઈ પીંડોરીયાની વરણી કરાઈ છે. સતત ત્રીજી વખત પ્રવિણભાઈ પીંડોરીયાની ક્રેડાઈ ગુજરાતના ડાયરેકટર તરીકે બિનહરીફ વરણી થતાં સમગ્ર કચ્છ ની રિઅલ એસ્ટેટ લોબીએ આનંદ ની લાગણી વ્યક્ત કરી છે. સમગ્ર કચ્છ અને ગુજરાતના રિઅલ એસ્ટેટ ના પ્રશ્નો ના નિરાકરણ માટે તેઓ સતત સક્રીય રહ્યા છે. જાગૃત અને યોગ્ય પરિણામલક્ષી રજુઆત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.